Main Menu

બાબરામાં યોજાયેલ કૃષિ શિબિરમાં હોબાળો

કૃષિકારોને હવે સલાહની નહી સહકારની જરૂર છે
બાબરામાં યોજાયેલ કૃષિ શિબિરમાં હોબાળો
કૃષિ શિબિરમાં આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી સંખ્‍યામાં જ ખેડૂતો હાજર રહૃાાં
બાબરા, તા. ર9
બાબરામાં માર્કેટીંગયાર્ડ ખાતે તાલુકા કિસાન સંઘ ઘ્‍વારા આયોજીત કૃષિ શિબિરમાં પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ અગ્રણી પ્રફુલભાઈ સેંજલીયા, તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરા, બીપીનભાઈ રાદડીયા, અલ્‍તાફભાઈ નથવાણી, મનુભાઈ શેલીયા, ભરતભાઈ શેલીયા સહિતના ભાજપ અને સહકારી અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.
ત્‍યારે કૃષિ શિબિરનો પ્રારંભ થતાં માર્કેટીંગયાર્ડનાં પૂર્વ ચેરમેન અને તાલુકાના સહકારી અગ્રણી પુનિતભાઈ પલસાણા ચાલું કાર્યક્રમમાં આવીને હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્‍યું હતું. પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ સહિતનાં આગેવાનો ઘ્‍વારા મામલો થાળે પાડવાનો પ્રયત્‍ન કરવામાં આવતા પણ પૂર્વ ચેરમેન બળાપો ાઢી રવાના થયા હતા. બાબરા તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરાએ પુનિતભાઈ પલસાણાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી પુનિતભાઈ યાર્ડમાં ચેરમેન હતા ત્‍યારે શું ખેડૂતલક્ષી કામો કર્યા.
જયારે પુનિતભાઈ પલસાણાએ જણાવ્‍યું હતું કે, કિસાન સંઘ માત્ર વાતો કરે છેખેડૂતલક્ષી કોઈ નકકર કામગીરી કરતું નથી. કૃષિ શિબિરના નામે નાટકો કરી તાયફાઓ કરે છે.
વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ખેડૂતની જમીન જતી રહે છે, પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી, ખેડૂત આત્‍મહત્‍યા કરી રહૃાો છે ત્‍યારે કિસાન સંઘ શું કરતું હતું. આવા આકરા પ્રહારો કૃષિ શિબિરમાં પૂર્વ ચેરમેન ઘ્‍વારા કરવામાં આવતા ઉપસ્‍થિત આગેવાનો અને ખેડૂતોમાં સોંપો પડી ગયો હતો.
બાબરા માર્કેટીંગ યાર્ડમાં કિસાન સંઘ ઘ્‍વારા આયોજીત કૃષિ શિબિરમાં પૂર્વ ચેરમેન ઘ્‍વારા હોબાળો મચાવી બળાપો કાઢતા તાલુકાના રાજકારણમાં ભારે ચર્ચાઓ થવા લાગી હતી.