Main Menu

કુંકાવાવની વ્રજ વિદ્યાલયનો ધોરણ-10ની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ દેખાવ

એસ.એસ.સી. પરીક્ષામાં વ્રજ વિદ્યાલય કુંકાવાવે જિલ્‍લામાં પ્રથમ ક્રમે સ્‍થાન મેળવતા ટ્રસ્‍ટી વસંત મોવલીયાના અઘ્‍યક્ષ સ્‍થાને જવલંત સિઘ્‍ધિ મેળવેલ વિદ્યાર્થીઓને સન્‍માનવાનો કાર્યક્રમ વિદ્યાલય ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમમાં જિલ્‍લા આચાર્ય સંઘના પ્રમુખ અજીતસિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી રમણભાઈ વિસાવળીયા, નવનિયુકત મહામંત્રી સી.પી. ગોંડલીયા, તા.પં. પ્રમુખ કાનજીભાઈ વસાણીની ઉષ્‍માભરી ઉપસ્‍થિતિ વચ્‍ચે તમામને સન્‍માનીત કરી પુસ્‍તકો તથા ચોપડાના સેટની ભેટ આપી હતી. તમામમહાનુભાવોએ શાળાની આ વિક્રમી સિઘ્‍ધિને બિરદાવી શાળા આચાર્ય સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ગણિતના તજજ્ઞ વિસાવળીયાએ શાળાના 3 બાળકોએ ગણિતમાં મેળવેલ 99 ગુણ માટે ખૂબ ખુશી વ્‍યકત કરી આ બાળકોને બિરદાવ્‍યા હતા. સી.પી. ગોંડલીયાએ શાળાની આ સિઘ્‍ધિ માટે ટ્રસ્‍ટી વસંત મોવલીયાના સફળ નેતૃત્‍વને આભારી હોવાનું જણાવી એનસીઈઆરટીના નવા અભ્‍યાસક્રમ મુજબના પડકારો ઝીલવા સજજ થવા જણાવ્‍યું હતું. શાળાના કુલ ર9 વિદ્યાર્થીઓ પૈકી એ-વન ગ્રેડમાં પ વિદ્યાર્થીઓએ તથા 9પ પીઆર કરતા વધુ 11 વિદ્યાર્થીઓ અને 90 પીઆર થી વધુ 16 વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી હતી. ગેરહાજર વિદ્યાર્થીને બાદ કરતા 100% પરિણામ સાથે જિલ્‍લામાં અવ્‍વલ નંબર મેળવી શાળાએ એક આગવી ગરિમા પ્રસ્‍થાપિત કરી હતી. આ સિઘ્‍ધિ માટે વાલીઓ, જિલ્‍લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મિત્ર મંડળે ટ્રસ્‍ટી વસંત મોવલીયા ઉપર અભિનંદનની વર્ષા કરી હતી. સિઘ્‍ધિ મેળવેલ વિદ્યાર્થીઓને તેમના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા તમામ માર્ગદર્શન મળી રહે તેવી વ્‍યવસ્‍થા પણ ટ્રસ્‍ટીએ કરી હતી. કાર્યક્રમના અંતે સૌને અલ્‍પાહાર સાથે મીઠુ મોં કરાવી ખુશીની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન, સંચાલન કેમ્‍પસ ડાયરેકટર ઉદયભાઈ દેસાઈએ તથા આચાર્યહિતેષ આગોલાએ કર્યું હતું. વસંતભાઈના પિતા બાવાલાલ મોવલીયા તથા મોટા બાપુજી ગોવિંદભાઈ અને મિત્ર મંડળે આ સિઘ્‍ધિ માટે ખુશી વ્‍યકત કરી આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્‍યા હતા.


« (Previous News)