Main Menu

રાજુલામાં જાહેરમાં પૈસા પાના વડે જુગાર રમતાં 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા. ર6
રાજુલા ગામે આવેલ વાલ્‍મીકી વાસમાં રહેતાં મનજી રાજાભાઈ પરમાર, સુરેશ ભગવાનભાઈ ચૌહાણ, સુરેશ પ્રેમજીભાઈ પરમાર તથા વિશાલ પરશોતમ સોલંકી વિગેરે આજે જાહેરમાં રાજુલા ટાઉનમાં પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતાં હોય, રાજુલા પોલીસે દરોડો કરી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા.10680ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.