Main Menu

જિલ્‍લા વિકાસ અધિકારીની અઘ્‍યક્ષતામાં રસીકરણની બેઠક યોજાઈ

એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા રોગ સામે સુરક્ષા પુરી પાડવા માટે ઓરી, રૂબેલાની એક રસી ખાનગી તેમજ સરકારી શાળાઓ, આંગણવાડી કક્ષાએ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, હોસ્‍પિટલ ખાતે કેમ્‍પેઈનના સ્‍વરૂપમાં આપવામાં આવશે. પછીથી નિયમિત રસીકરણમાં સામેલ કરવામાં આવશે. તેમને એમ.આર./ એમ.એમ.આર.ની રસી પહેલા આપી દેવામાં આવી હોય તો પણ આ રસી અપાવી દેવી. કારણ કે તેમનું મુળ કારણ ઓરી રોગની નાબુદી અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે 9 મહિનાથી 1પ વર્ષ સુધીનાં બાળકોને આ રસી આપવી અત્‍યંત આવશ્‍યક છે. ઓરી એક જીવલેણ રોગ છે, જે વાઈરસ દ્વારા ફેલાય છે. બાળકોમાં આ રોગને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્‍યુ થઈ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. વાઈરસ દ્વારા ફેલાય છે. તેના લક્ષણ ઓરી જેવા હોઈ શકે છે. તે છોકરો અને છોકરી બન્‍નેને ચેપગ્રસ્‍ત બનાવી શકે છે. જો કોઈ સ્‍ત્રી ગર્ભાવસ્‍થાના આરંભિક તબકકામાં તેનાથી ચેપગ્રસ્‍ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્‍ડ્રોમ (સી.આર.એસ.) થઈ શકે છે, જે તેના ગર્ભ અને નવજાત શિશુ માટે ઘાટત સાબિત થઈ શકેછે. અમરેલી જિલ્‍લામાં 9 માસથી 1પ વર્ષ સુધીના તમામ બાળકોને આ રસી મુકવા માટે જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેની અઘ્‍યક્ષતામાં કોર કમિટીની બેઠક તા.ર4/પના રોજ જિલ્‍લા પંચાયત અમરેલી ખાતે યોજાઈ. જેમાં આઈએમએ પ્રમુખ ડો. જી.જે. ગજેરા, બાળકોના ડોકટર ડો. નિતિન ત્રિવેદી, આર.સી.એચ. અધિકારી ડો. આર.કે. જાટ, પ્રોગ્રામ ઓફિસર ડો. એ.કે. સિંધ, આર.એ. કિશોર કુબાવત તથા ઓપરેટર રાજુભાઈ ખાચર તેમજ પ્રાથમિક, માઘ્‍યમિક શિક્ષણ વિભાગ, ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ તથા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહે તેમ આઈ.ઈ.સી. ઓફિસર બકુલ પંડયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.