Main Menu

શીરવાણીયા ગામે પવનચક્કીની વીજલાઈનમાં લંગર નાંખી રૂા. 10 લાખનું નુકશાન

અમરેલી, તા. ર6
બાબરા તાલુકાનાં શીરવાણીયા ગામે રહેતાં અને સીમેન્‍સ કંપનીની પવનચક્કી યુનિટમાં ફરજ બજાવતાં મુકેશભાઈ મનસુખભાઈ નામનાં કર્મચારીને કરીયાણા ગામે રહેતાં દિલીપભાઈ જગુભાઈ ધાધલે સીમેન્‍સ કંપનીનાં પવન ચક્કી નં.3નાં વિસ્‍તારમાં કાર સાથે પ્રવેશી જાનથી મારી નાંખવા ધમકી આપી અને પવન ચક્કીનાં વીજવાયરમાં લંગર નાંખી ઈલે. લાઈન બંધ કરાવી દઈ રૂા.10 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવીછે.