Main Menu

ખેડૂતોનાં પ્રશ્‍નો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી

ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું
ખેડૂતોનાં પ્રશ્‍નો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી
લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી હોય ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂ કર્યા પ્રશ્‍નો
અમરેલી, તા.ર4
અમરેલી જિલ્‍લા ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના પ્રશ્‍નો દૂર કરવા માંગ કરીછે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, પાકના ભાવ ઘણા સમયથી અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ખેડૂતોએ પકવેલા પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. જુલાઈ ઓગસ્‍ટમાં વાવણી થઈ ગયા પછી તુરત જ સરકાર મારફત ખેડૂતોએ વાવેલ પાકનું સર્વે કરી આયાત-નિકાસ ઉપર ઘ્‍યાન દેવામાં આવે તો જ ખેડૂતોએ તેમના પકવેલા  માલનો યોગ્‍ય ભાવ    મળે.
વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં ગામડેથી એ.પી.એમ.સી. દ્વારા ખેડૂતના વેચેલ માલની માર્કેટ શેષ લેવામાં આવે છે. તે બિલકુલ ગેરવ્‍યાજબી છે. દક્ષિણ ગુજરાતમાં ગામડેથી ખેડૂતોએ વેચેલ માલની માર્કેટ શેષ લેવામાં આવતી નથી. તેમજ ગુજરાતમાં આશરે 60થી વધારે એ.પી.એમ.સી. માર્કેટ બંધ હોય તેવા માર્કેટયાર્ડ દ્વારા પણ ખેડૂત પાસેથી ગામડે શેષ ઉઘરાવવામાં આવે છે. લાઠી, લીલીયા યાર્ડ બંધ હોય છતાં શેષ ઉઘરાવવામાં આવે છે. ગામડેથી માર્કેટ શેષ ઉઘરાવવાનું બંધ કરાવવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાસાયણિક ખાતર ડી.એ.પી. યુરિયા વગેરેમાં વજન ઘટાડો કરવામાં આવેલ અને ભાવ વધારો કરવામાં આવેલ છે. તો દરેક રાસાયણિક ખાતરમાં જે વજન હતું એ કરવામાં આવે અને ભાવ ઘટાડો કરવાની સાથે જી.એસ.ટી. કરમુકિત કરવામાં આવે. ખેડૂતોએ જે પાક ધીરાણ લીધેલ છે તે સરકારે ખેડૂતોનેધીરાણ ઝીરો ટકાથી આપવાનું નકકી કરેલ હોય, જે ખેડુતો પાસેથી વ્‍યાજ વસુલવામાં આવેલ છે. નાબાર્ડની વ્‍યાજ સહાયની રકમ તુરંત ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. દરેક સહકારી તેમજ સરકારી બેંકને વ્‍યાજ માટેનો પરિપત્ર તાત્‍કાલીક દરેક બેંકને જારી કરી ખેડૂતોના ખાતામાં વ્‍યાજની રકમ જમા કરવામાં આવે. વધુમાં જણાવેલ છે કે, હાલ ગુજરાતમાં સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાના કામ શરૂ છે. તો આવા યજ્ઞ સમાન ભગીરથ કાર્યમાં દરેક તાલુકા અધિકારી તેમજ લાગતા વળગતા જિલ્‍લા અધિકારીઓ પુરતું ઘ્‍યાન આપે તેમજ ઘણી જગ્‍યાએ પીજીવીસીએલના પોલ તેમજ વાયર હટાવવાની જરૂરત હોય તે ઘણી જગ્‍યાએ રજૂઆત પણ કરેલ હોય તો તાત્‍કાલિક ઘટતું કરે તેમજ ઘણા આવા કામમાં આવારા તત્‍વો અવરોધો ઉભા કરતા હોય, તેને પોલીસ મારફતે રોકવામાં આવે.
સરકારની યોજના મુજબ ઘણી જગ્‍યાએ સામુહિક તેમજ વ્‍યકિતગત તાર ફેન્‍સીંગનું કામ શરૂ હોય તેમજ પુરા થઈ ગયેલ હોય તો શરૂ કરવા ગ્રાન્‍ટ સમયને હિસાબે પરત થયેલ હોય તો નવેસરથી સરકારમાંથી નવી ગ્રાંટ લાવો, અધુરા કામ પુરા કરવા તેમજ નવા કામ શરૂ કરવા ખેડૂતોને ગ્રાંટ ન હોવાથી જંગલ ખાતા તરફથી ઘણા બધા અવરોધો ઉભા થયેલ હોય તેનું તાત્‍કાલિક નિરાકરણ લાવવું. ભારતીય કિસાન સંઘખેડૂતોનું આંતરરાષ્‍ટ્રીય સંગઠન હોય, ભારતીય કિસાન સંઘ મારફત હાલ તેમજ ભુતકાળમાં ખેડૂતોના ઘણા જ જટિલ પ્રશ્‍નોનું સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવેલ હોય તો દર બે માસે દરેક તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસ.પી. તેમજ દર ત્રણ માસે કલેકટર, પી.જી.વી.સી.એલ. અધિક્ષક તેમજ જંગલ ખાતાના અધિકારી તેમજ રેગ્‍યુલર મળતી સંકલનની બેઠકમાં ભારતીય કિસાન સંઘના જિલ્‍લાના પ્રતિનિધિને આમંત્રણ આપી દરેક ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓને હાજર રાખી ભારતીય કિસાન સંઘ સાથે બેઠક કરી ખેડૂતોના હાલના પ્રશ્‍નોને સાંભળવામાં આવે હાલ અમરેલી જિલ્‍લાનો કાયદો વ્‍યવસ્‍થા સાવ કથળી ગયેલ હોય, ચોરી, લૂંટફાટ જેવા અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત થયેલ હોય, હાલ એસ.પી.ની જગ્‍યા ખાલી હોય તો એસ.પી.ની નિમણૂંક કરવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોને ખેતીમાં ખાસ કરીને ડિઝલ એન્‍જીન તેમજ ટ્રેકટર, મોટર સાયકલ વગેરે ઉપયોગમાં લેવાતા હોય તો હાલ દર અઠવાડિયે પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ ખૂબ જ વધી રહેલ હોય સીધા જ ખેડૂતને ડિઝલ પેટ્રોલના ભાવ બોજ પડતો હોય તે પેટ્રોલ, ડિઝલમાંથી વેટ કાઢી, ભાવ ઘટાડો કરવામાં આવે. અન્‍ય રાજયમાં પેટ્રોલ ડિઝલના ભાવ સમકક્ષ જો ગુજરાતમાં ભાવ રાખવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. ભૂતકાળમાં જે તે સરકારેટ્રેકટરને તેમજ ટ્રોલીને આધુનિક ગાડા તરીકે ટેક્ષ મુકત કરેલ હોય તો આ સરકારે ટ્રેકટર ટ્રોલીમાંથી ફરીવાર ટેક્ષ લાગુ કરેલ હોય, તો ટ્રેકટર ટ્રોલીમાંથી ટેક્ષ માફી આપવી. એક બાજુ સરકાર ખેડૂતોના માલના ભાવ બમણા કરવાની વાત કરે છે. એક બાજુ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, પેટ્રોલ, ડિઝલ,   વીજળી યુનિટમાં ભાવ વધારો કરવામાં આવે છે. તો આવી નીતિ સરકારની રહેશે તો ખેડૂતને આત્‍મહત્‍યા કરવા સિવાય કોઈ રસ્‍તો રહેશે નહીં. વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં સરકાર તરફથી ખેડૂતોની જમીન સેટેલાઈટ દુરબીન મારફત રીસર્વે કરવામાં આવે છે અને ખેડૂતોને નકશા આપવામાં આવેલ છે. તે બીલકુલ 7/1ર અને માપ મુજબ નથી જયારે ભાઈઓ ભાગ પડે છે તેમજ જમીન વેચાણ કરવામાં આવે છે ત્‍યારે માલુમ પડે છે કે જમીનનું કરેલ રીસર્વે બિલકુલ ખોટુ અને ગેરવ્‍યાજબી છે. માત્રને માત્રને માત્ર શેઢા પાડોશી અને સગા ભાઈઓને ઝઘડો કરાવવાનું કામ કરેલ છે. આ રીસર્વે ખેડૂતોને બિલકુલ માન્‍ય નથી માટે આ રીસર્વે રદ કરવું. વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ વાવેલ પાકનું સર્વે કરી અલગથી જ સરકારે વાવેલ પાકના ટેકાના ભાવ નકકી કરવા તેમજ શીંગ, કપાસ, ચણા, ઘઉં, તુવેર વગેરે પાકના ટેકાના ભાવના દરેક તાલુકા મથકે કેન્‍દ્રો ખોલવા, અગાઉ ટેકાના ભાવખરીદીમાં ખુબ જ ગેરરીતિ અને ભ્રષ્‍ટાચાર થયેલ હોઈ તેમાં ઘ્‍યાન આપવું તેમજ માલ વેચાણ થઈ ગયા પછી દિવસ-1પમાં ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી. અગાઉ સરકારે જાહેર કરેલ કે સૌરાષ્‍ટ્રની 11પ નદીમાં નર્મદાનું પાણી નાખી પુનઃજીવીત કરવાની જાહેરાત કરેલ તેમજ લાગુ ડેમો તેમજ તળાવો ભરવાની વાત કરેલ. તે હજુ સુધી નર્મદાનું પાણી પહોંચાડેલ નથી. તેમજ જે નર્મદાની પાઈપનું નહેરનું કામ ચાલે છે તે એકદમ ગોકળ ગતિએ ચાલે છે. તેમજ સૌરાષ્‍ટ્રની આજીવીકા માત્ર ખેતી છે અને ખેતીમાં પાણી ન હોઈ તો ખેડૂતોની દશા ખરાબ થાય. અમરેલી જિલ્‍લામાં રાજુલા બાદ કરતા એક પણ ઉદ્યોગ નથી.
ઉપરના મુદામાં ઘ્‍યાન દેવામાં નહીં આવે તો આવતા સમયમાં કિસાન સંઘના માઘ્‍યમથી દરેક જિલ્‍લા મથકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.


(Next News) »