Main Menu

કર્ણાટકની ઘટનાથી ભાજપનાં અંતનો આરંભ : ધારાસભ્‍ય ઠુંમર

કોંગી ધારાસભ્‍ય ઠુંમરે ભાજપ પર કર્યા શાબ્‍દિક પ્રહારો
કર્ણાટકની ઘટનાથી ભાજપનાં અંતનો આરંભ : ધારાસભ્‍ય ઠુંમર
અમરેલી, તા. 19
કર્ણાટકમાં ભાજપની સરકાર ગણતરીની મિનિટોમાં જ તુટી પડતાં હવે ભાજપનાં અંતનો આરંભ થયાનું કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે એક નિવેદનમાં જણાવેલ છે.
તેઓએ વિશેષમાં જણાવેલ છે કે, જનસેવા માટે સત્તા સાધન હોય છે પરંતુ ભાજપ સત્તાને જ સાઘ્‍ય માની રહૃાું છે. ગોવા, મણીપુર અને મેઘાલયમાં સત્તા મેળવવા માટે સિઘ્‍ધાંતોને નેવે મુકનાર ભાજપે કર્ણાટકમાં પણ સત્તા મેળવવા સિઘ્‍ધાંતોને નેવે મુકયા હતા અને ગુજરાતનાં વતની અને કર્ણાટકનાં રાજયપાલ વજુભાઈ વાળાએ બંધારણને બદલે ભાજપને વફાદાર રહેવાનો નિષ્‍ફળ પ્રયાશ કર્યો હતો. વજુભાઈ વાળાએ હવે માળા ફેરવવાની જરૂર હોવાની ઠુંમરે જણાવ્‍યું હતું.
વધુમાં જણાવ્‍યું હતું કે, કર્ણાટકમાં ભાજપની મનની મનમાં રહી જતાં આગામી દિવસોમાં રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને છત્તીશગઢઅને બાદમાં લોકસભા ચૂંટણીજંગમાં પણ ભાજપનો પરાજય નિશ્ચિત હોવાનું અંતમાં જણાવેલ છે.