Main Menu

મોટા ભમોદ્રાની કેસર કેરીનો સ્‍વાદ માણતાં મુખ્‍યમંત્રી રૂપાણી

લીલીયા, તા. 16
મોટા ભમોદ્રા ખાતે આવેલ ઓર્ગેનીક સવાણી ફાર્મની કેસર કેરીએ ભમોદ્રાથી અમેરીકા સુધી નામનાં મેળવી છે. તાજેતરમાં અમરેલી જીલ્‍લાનાં ઝરખીયા ખાતે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાતે આવેલ ત્‍યારે સવાણી ફાર્મનાં મોભી મધુભાઈ સવાણી, ડો. ભાસ્‍કરભાઈ સવાણી, વિશાલભાઈ શેઠ, નિશીતભાઈ ભંડેરી, રાજન જોષીએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રભારી મંત્રી આર.સી. ફળદુ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કેસર કેરીનો સ્‍વાદ ચખાડયો હતો.
અત્રે ઉલ્‍લેખનીય છે કે સવાણી ફાર્મની કેસર કેરી મોટા ભમોદ્રાથી અમેરીકાનાં વ્‍હાઈટ હાઉસ સુધી પહોંચી છે. સવાણી ફાર્મની કેસર કેરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, અમેરીકાનાં રાષ્‍ટ્રપતિ ડ્રોનાલ્‍ડ ટ્રમ્‍પ, પૂર્વ રાષ્‍ટ્રપતિ બુશ, બરાક ઓબામા, તુલસી ગાત્રાડ સહીતના નામાંકિત લોકો સવાણી ફાર્મની કેસર કેરીનો સ્‍વાદ માણી ચૂકયા છે.