Main Menu

અમરેલીમાં અમુક ડોકટર બની ગયા ડોકકટર

નાણાની ભુખમાં દર્દીનારાયણનાં ખિસ્‍સા ખંખેરી રહૃાા છે
અમરેલીમાં અમુક ડોકટર બની ગયા ડોકકટર
તગડી નિદાન અને ઓપરેશન ફી તેમજ વિવિધ ટેસ્‍ટ અને દવામાં પણ મેળવી રહૃાા છે કમિશન
અમરેલી, તા. 1પ
અમરેલી જિલ્‍લામાં અનેક ડોકટર બની ગયા હોય ડોકકટર આરોગ્‍ય અધિકારી અને આવકવેરા વિભાગે નાણા ભુખ્‍યા બનેલ તબીબોની શાન ઠેકાણે લાવવાની જરૂર છે.
ભગવાન પછી જનતામાં સૌથી વધુ આદરપાત્ર વ્‍યકિતત્‍વ એટલે તબીબો. તબીબોનાં હાથમાં દર્દીનારાયણ પોતાની જીંદગી સોંપી દેતો હોય છે અને અમુક તબીબો ખરેખર માનવતાવાદી પણ હોય છે.
પરંતુ અમુક તબીબો નાણા પાછળ દિવસ-રાત દોડી રહૃાા છે. તેઓ દર્દીને નારાયણ સમજવાને બદલે તેનું ખિસ્‍સુ કેમ ખંખેરવું તેના જ પ્‍લાનમાં હોય છે. આવા લેભાગુ તબીબો દર્દીનારાયણને હિંમત અને હુંફ આપવાને બદલે ભયનો માહોલ ઉભો કરી દે છે.
દર્દીને વિવિધ પ્રકારનાં ટેસ્‍ટ કરવા મજબુર કરી રહૃાા છે. તો નિર્ધારિત સ્‍ટોર પરથી દવા લેવાનો દુરાગ્રહ રાખી રહૃાા છે. તગડી નિદાન ફી અને ઓપરેશન ફી લઈને પણ આવા તબીબોને સંતોષ થતો નથી.
અનેક કિસ્‍સામાં દર્દીને અન્‍ય શહેરમાં રીફર કરવામાં આવે છે અને જે-તે હોસ્‍પીટલ પાસેથી પણ તગડુ કમિશન મેળવવામાં આવી રહૃાાની ફરિયાદ ઉભી થઈ રહી છે.
ગરીબ અનેમઘ્‍યમવર્ગીય પરિવારનો દર્દી વ્‍યાજે કે ઉછીના નાણા લઈને કે ઘરનાં દાગીનાં વેંચીને પણ લેભાગુ તબીબોની ફી ચુકવી રહૃાો હોય આરોગ્‍ય અને આવકવેરા વિભાગે લેભાગુ તબીબો પર બાજ નજર રાખીને નિયમાનુસાર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


(Next News) »