Main Menu

મોટા મુંજીયાસરનાં ર સદસ્‍યોનાં રાજીનામાનાં મંજુર કરવા આદેશ

સત્તા પર ચિટકી રહેવા બોગસ સહીથી લઈ લીધેલા
મોટા મુંજીયાસરનાં ર સદસ્‍યોનાં રાજીનામાનાં મંજુર કરવા આદેશ
બગસરા, તા. 1પ
બગસરા તાલુકાનાં મોટા મુંજીયાસર ગામે બહુ ચર્ચિત બનેલ ગ્રામ પંચાયતનાં બે સદસ્‍યોનાં રાજીનામા બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થતા રાજીનામા પત્રમાં બોગસ સહીઓ હોવાનું જણાવી બન્‍ને સદસ્‍યોને પંચાયતનાં સભ્‍યપદે ચાલુ રાખવા હુકમ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
વિગત અનુસાર મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતનાં સરપંચ વિરૂઘ્‍ધ અવિશ્‍વાસની દરખાસ્‍ત રજૂ થતા જે દરખાસ્‍ત પસાર ન થાય તે માટે સરપંચે તેમજ તલાટી મંત્રીની મિલી ભગતની મહીલા સદસ્‍યા મુકતાબેન ગઢીયા તથા રમેશ પાનસુરિયાનાં ખોટી સહીઓ કરી રાજીનામા મંજુર કરી દીધા હતા. રાજીનામામાં મુકતાબેનનાં પરિવારનેરાજકારણ પસંદ ન હોવાનું જણાવેલ છે. જયારે રમેશભાઈને પોતાનો સિરામીકનાં ધંધાને લીધે સમય ન હોય રાજીનામું આપેલ હોવાનું જણાવેલ.
જયારે ઉપરોકત બન્‍ને સભ્‍યોને રાજીનામાની જાણ થતા આવા કોઈ રાજીનામા આપેલ ન હોવાનું જણાવી ન્‍યાય માટે કોર્ટનાં શરણે ગયેલ. ન હોવાનું જણાવી ન્‍યાય માટે કોર્ટનાં શરણે ગયેલ. ઉપરોકત સભ્‍યના વકિલે રાજીનામા પત્રની સહીઓ બોગસ હોવાનાં મુદ્યે લડત ચલાવતા અંતે સહીઓની ખરાઈ માટે ફોરેન્‍સિક લેબ.માંનાં રીપોર્ટ મુજબ બન્‍ને સહીઓ બોગસ હોવાનું ખુલતા કોર્ટે બન્‍ને સભ્‍યોને સભ્‍યપદે ચાલું રાખવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.