Main Menu

સાવરકુંડલામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં સરે ઈલેવનનો વિજય

સાવરકુંડલાની કે. કે. હાઈસ્‍કૂલ ખાતે યોજાયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ હિન્‍દુસ્‍તાન કપની ફાઈનલ મેચમાં જય માતાજી ઈલેવન સામે સરે ઈલેવનનો જવલંત વિજય સાથે હિન્‍દુસ્‍તાન કપની ચેમ્‍પિયન ટ્રોફી જીતીને ઈતિહાસ સરે ઈલેવને રચ્‍યો હતો. સાવરકુંડલા ખાતે છેલ્‍લા ર0 દિવસથી ચાલતી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ હિન્‍દુસ્‍તાન કપ ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ સરે ઈલેવન અને જય માતાજી વચ્‍ચે 14 ઓવરની રમાઈ હતી. પ્રથમ દાવ લઈને જય માતાજી ઈલેવને 84 રન કર્યા હતા 8પ રનનો ટાર્ગેટ ચેજ કરવા ઉતારેલી સરે ઈલેવનની ઓપનીંગ બેટસમેન અબ્‍દુલે ધૂવાધાર ક્રીસ ગેઈલનીયાદ અપાવીને 4પ રન ફટકાર્યા હતા તો સામે સલીમ જાદવે 1પ રન બનાવ્‍યા હતા તો મેહુલ ભુવા ઉર્ફે બાંડીએછકા સાથે 1પ રન કરીને સરે ઈલેવનને જીતનો ખિતાબ અપાવીને પારી સમાપ્‍ત કરી હતી. ફાઈનલ મેચમાં સરે ઈલેવનના શાહિદ ઝાંખરાએમહત્‍વની 4 વિકેટો લઈને જય માતાજી ઈલેવનની કમર ભાંગી નાખી હતી આ શાહિદ ઝાંખરાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. હિન્‍દુસ્‍તાન કપમાં મેન ઓફ ધી સીરીજ અમિત લાડવાને આપવામાં આવ્‍યું હતું તો બેસ્‍ટ બેટસમેન લાઠીના મોનું ને આપવામાં આવ્‍યો હતો. ફાઈનલ વિજેતા સરે ઈલેવનનાં ફઝલબાપુ કાદરીને 7777 રોકડા રાજ મોબાઈલ તરફથી સાથે હિન્‍દુસ્‍તાન કપલાઈફ કેર હોસ્‍પીટલના ડોકટર વ્‍હોરાના વરદ હસ્‍તે આપવામાં આવ્‍યો હતો ત્‍યારે રન્‍સઅપ જય માતાજી ઈલેવનને 4444 સાગર મશીનરી તરફથી સાથે રન્‍સઅપ ટ્રોફી આપવામાં આવી હતી આ હિન્‍દુસ્‍તાન કપ ટુર્નામેન્‍ટમાં અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, ચલાલા, ભાવનગર, લીલીયા, લાઠી, લુવારા સહીત પ8 ટીમોએ ભાગ લીધો હતો.  આ હિન્‍દુસ્‍તાન કપ માટે વિનામૂલ્‍યે કે. કે. હાઈસ્‍કૂલનું ગ્રાઉન્‍ડ નૂતન કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓએ યુવાનોમાં ક્રિકેટ પ્રતિભા વધે તે હેતુને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો. તો સાવરકુંડલા નગરપાલિકા સાથે કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, નાસીરભાઈ ચૌહાણ, કિરીટભાઈ દવે, મહેશભાઈ જયાણી સહીત સાંસદ નારણ કાછડીયા હિન્‍દુસ્‍તાન કપનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો ફઝલબાપુ કાદરી, મહેબુબ કાદરી, રમીજમલેક અને આરીફ જાદવને શુભકામના પાઠવી હતી.