Main Menu

બગસરાનાં સામુદ્રી માતાજી મંદિરે નવચંડી મહાયજ્ઞ યોજાયો

બગસરામાં સાતલડી નદી કાંઠે 1રપ વર્ષ પુરાતન સામુદ્રી માતાજીનું મંદિર આવેલ છે. વર્ષો થયા તે સમસ્‍ત ગામ માટે આસ્‍થાનું કેન્‍દ્ર રહયું છે. ત્‍યાં નવરાત્રી દરમિયાન સમસ્‍ત ગામના બહેનો સાંજે 4 થી 7 રાસ ગરબા માટે આવે છે. 7 વાગ્‍યે આરતીને રાત્રે ભાઈઓ માટે ગરબા હોય છે. વર્ષો થયા આ ક્રમ આજે પણ જળવાઈ રહયો છે. મંદિરને 1રપ વર્ષ પુરા થવામાં હોય મંદિરના જીર્ણોઘ્‍ધારનું કાર્યસ્‍થાનિક દશા સોરઠીયા વણિક સમાજ દ્વારા કરવામાં આવતા આ શુભ પ્રસંગે નવચંડી મહાયજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. વહેલી સવારથી શાસ્‍ત્રીજી તથા ભૂદેવો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ વિધિ શરૂ કરેલ. સમયાંતરે ઉપસ્‍થિત ભાઈ બહેનોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધેલ હતો. મંગળ આરતી સાથે બપોરના બીડુ હોમવામાં આવેલ હતું. વિશાળ સંખ્‍યામાં આવેલ ભાઈ-બહેનોએ દર્શનનો લાભ સાથે માતાજીના આશિર્વાદ લીધા હતા. મહાપ્રસાદનું આયોજન સોરઠીયા જ્ઞાતિ વાડીમાં રાખેલ હતું. પૂર્ણાહુતિ બાદ સ્‍થાનિક હવેલીના પૂ. બાવાશ્રી પધાર્યા હતા. મંદિરે દર્શન કરી અને ખુશી વ્‍યકત કરી હતી. તેમજ ઉપસ્‍થિત દર્શનાર્થીઓને આશિર્વાદ આપ્‍યા હતા. મુખ્‍ય દાતા નટુભાઈ રઘાણી, કિશોરભાઈ રઘાણીનું સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવેલ. સંતો મંદિરે નિયમિત દર્શને આવતા જરૂરિયાત પ્રસંગે સહાયરૂપ થતા મનસુખલાલ, લાભુભાઈ ધાબલીયા, નવનીતલાલ મણીલાલ ભુપતાણી અને નિલેશકુમાર બાલકૃષ્‍ણભાઈ ભુપતાણી નું સન્‍માન કરવામાં આવેલ. જીર્ણોઘ્‍ધાર અને નવચંડી મહાયજ્ઞ પ્રસંગે તન, મન અને ધનથી સહકાર આપનાર દાતાઓ સ્‍થાનિક વણિક સમાજના ભાઈઓ, મંદિરના પુજારી મહેશભાઈ પુરોહિત તેનો પરિવાર તેમજ વહીવટી સેવાઓ માટે મહાશંકરભાઈ પંડયા પરિવારના શૈલેષભાઈ, દીપકભાઈ તેમજસહકાર આપનાર દરેકનો દશા સોરઠીયા વણિક સમાજનો આભાર માનવામાં આવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નટુભાઈ ભુપતાણી, દલીચંદભાઈ વસાણી તથા નિલેશભાઈ ભુપતાણીના સાથમાં જયસુખભાઈ ધોળકીયા, નટુભાઈ રઘાણી, નવનીતભાઈ ભુપતાણી, વિનુભાઈ વસાણી, હાર્દિકભાઈ માધવાણીએ જહેમત ઉઠાવી હતી.