Main Menu

પીએસઆઈએ ફરિયાદી બનીને તપાસ શરૂ કરી અંતે લીલીયાની શાળાનાં ઉદ્યઘાટન સમારોહમાં ફાયરીંગ કરનાર ચોકીદાર વિરૂદ્ધ ગુન્‍હો નોંધાયો

પીએસઆઈએ ફરિયાદી બનીને તપાસ શરૂ કરી
અંતે લીલીયાની શાળાનાં ઉદ્યઘાટન સમારોહમાં ફાયરીંગ કરનાર ચોકીદાર વિરૂદ્ધ ગુન્‍હો નોંધાયો
મીડિયા જગતમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્‍યું
અમરેલી, તા.14
લીલીયા ગામે આવેલ લાઠી રોડ ઉપર ગત તા.8/પના રોજ રાત્રીના સમયે એક ખાનગી શાળાનાં ઉદઘાટન સમયે સિકયુરીટી ગાર્ડ દ્વારા ઉત્‍સાહમાં આવી જઈ અને અનેક લોકોની હાજરીમાં હવામાં ફાયરીંગ કરી નાખી ભયફેલાવતા અને આ અહેવાલો અખબારમાં પ્રસિઘ્‍ધ થતાં અને આ ઘટનાની તપાસના અંતે આ સિકયુરીટી ગાર્ડ સામે આખરે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં લીલીયા ગામે એક હીરા ઉદ્યોગના બિલ્‍ડીંગમા પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલયનો ઉદઘાટન સમારોહ ગત તા.8/પના રોજ રાત્રીના સમયે યોજાયો હતો. આ ઉદઘાટન સમારોહમાં તાલુકાના અનેક સરકારી અધિકારીઓ, વાલીઓ અને બાળકો ઉપસ્‍થિત રહયા હતા.
આ ઉદઘાટન સમારોહમાં બાળકો દ્વારા એક સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ સ્‍કૂલ કેમ્‍પસમાં સિકયુરટી ગાર્ડસ તરીકે ફરજ બજાવતા મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ લીલીયા ગામે રહેતા રામચોર પ્રસાદ રઘુબીર પ્રસાદ શર્મા નામના ઈસમે ઉત્‍સાહમાં આવી જઈ અને પોતાની પાસે રહેલ બાર બંદુકમાંથી બે રાઉન્‍ડ ફાયરીંગ કરી દઈ ત્‍યાં ઉપસ્‍થિત જનતામાં ભય ફેલાવવાના ગુન્‍હાની તેમની સામે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઈ. જી.જી. જાડેજાએ ખુદ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.