Main Menu

લાઠીનાં ભીંગરાડ ગામે ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી

નરનારાયણ આશ્રમનાં પૂજારીએ કલેકટરને પત્ર પાઠવ્‍યો
લાઠીનાં ભીંગરાડ ગામે ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી
દબાણકર્તા તરીકે કોંગી આગેવાનનું નામ જણાવતાં રાજકીય ઘમાસાણનાં એંધાણ
અમરેલી, તા. 14
એક તરફ કોંગી ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોર ભાજપ સરકારને ચીમકી આપીને ગૌ-ચરનું સર્વે કરવા અનેદબાણ દૂર કરવાનું અલ્‍ટીમેટમ આપી રહૃાા છે. તો બીજી તરફ કોંગી આગેવાન સામે જ ગૌ-ચર પર દબાણ કર્યાનો આક્ષેપ થતાં રાજકીય ઘમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
લાઠીનાં ભીંગરાડ ગામનાં નરનારાયણ આશ્રમનાં પૂજારી મનસુખભાઈ રામાવતે કલેકટરને પત્ર પાઠવીને ગામની ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર કરવાની માંગ કરી છે. અન્‍યથા આત્‍મવિલોપન કરવાની ચીમકી આપી છે.
પત્રમાં જણાવેલ છે કે ભીંગરાડ ગામે ગામ તળની સર્વે નં. 86/1 પૈ.1 ની તથા બ્‍લોક નં.874ની જમીન એકર 4-30 ગુંઠાની જમીન ઉપર ખુલ્‍લી અને પડતર ખેતીમાં રહેલ જમીન ઉપર આ ગામનાં પશુઓ બેસતા હતા ત્‍યાં ગેરકાયદેસર રીતે અને રેવન્‍યુ ઓર્થોરીટીની કે સરકારના જવાબદાર એવા અધિકારીની પૂર્વ પરવાનગી કે મંજુરી વિના દબાણ તથા જમીન ફરતે કમ્‍પાઉન્‍ડ હોલ બનાવી તેમજ મોટા ગેઈટ બનાવી લોખંડના દરવાજાઓ ફીટ કરી દઈ મોટા પતરાનો શેડ તેમજ સંડાસ-બાથરુમો વાસણ ધોવા માટેની મોટી લોબી બનાવેલ છે. અને તે રીતે ગેરકાયદેસર અને મનસ્‍વી રીતે ગૌચર સદરે ચાલતી જમીન ઉપર દબાણ કરી બાંધકામ કરી કાયમી સ્‍વરુપની સમાજ વાડીનું નિર્માણ કરી પેશકદમી થાય તે રીતેનું પાકુ બાંધકામ કરી દરવાજે તાળાઓ મારી તેની ચાવીઓ બે ઈસમો પોતાની પાસે રાખીનેફરે છે. અને અમારા નાના એવા ગામમાંએવી જાહેરાતો કરતા ફરે છે કે અમારી ગાંધીનગર સુધીની લાગવગ છે અને અમારુ મોટું જુથબળ છે. અને અમો તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયત તથા સ્‍થાનીક ધારાસભ્‍યનો પણ અમોને ટેકો છે. અને અમારે તેવા કારણે કોઈની પરવાનગી લેવાની રહેતી નથી અને અમે જે નિર્ણય લઈએ કે જે કામગીરી કરીએ તે કરવા અમોને પુરેપુરી સતા અને હકુમત છે. અને અમારા કામમાં કોઈ અડચણ કરે કે કોઈ કામગીરીમાં રુકાવટ ઉભી કરે તેવી આ જિલ્‍લાનાં કોઈ અધિકારીને ઔકાત નથી તેવી વાતો કરીને ગામમાં બળજબરીથી ગૌચર સંદરે ચાલતી જમીનમાં પૂર્વ પરવાનગી વિના અને મનસ્‍વી રીતે સત્તાના જોરે બેફામ બનીને ગેરકાયદેસર દબાણ કરી કાયમી સ્‍વરુપના બાંધકામ કરી તેના ઉપર ખાનગી તાળાઓ મારી સ્‍થળ કબજો જમાવી દઈને ગંભીર પ્રકારનાં ગુન્‍હાઓનું પણ આચરણ કરેલ છે.
વધુમાં જણાવે છે કે આ ગૌચર સદરે ચાલતી ગામતળની જમીનમાં જયા દબાણ કરેલ છે તેની બાજુમાં બીજી ખુલ્‍લી ગૌચર જમીન હતી તેમા પણ ગેરકાયદેસરનું બાંધકામ કરી ફરતી કમ્‍પાઉન્‍ડ કરી મોટા લોખંડનો દરવાજો કરી બે રુમો આ ઈસમોના માણસોને રહેવા માટે બનાવી દીધા છે. અને સંડાસ બાથરુમ પણ બનાવ્‍યા છે. તે માટે આ ગેરકાયદેસરનું જે સ્‍થળે બાંધકામ થયું છે જે કોઈ પરવાનગી કે મંજુરી વિનાનું અને ગૌચર જમીનઉપરનું છે.
વધુમાં જણાવે છે કે દિન-4 માં કોઈ આગળની ઉચીત કાર્યવાહી કરવામાં નહી આવે તો ભીંગરાડ ગામના ગ્રામજનો સાથે ગાંધી ચિંઘ્‍યા માર્ગે અન્‍ન જળનો ત્‍યાગ કરવાની અને કાર્યવાહી નહી થાય તો છેવટે આપની કચેરીને સામેજ આત્‍મ વિલોપન કરવાની પણ ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો તેમ અંતમાં જણાવેલ છે.