Main Menu

ધારી તથા ઘુઘરાળા ગામેથી ર તરૂણીઓને લલચાવી ભગાડી જવાઈ

અમરેલી, તા. 14
ધારી ગામે આવેલ લાઈનપરામાં રહેતી એક સગીરવયની તરૂણીને ગત તા.1ર નાં સાંજના સમયે ધારી નજીક આવેલ પ્રેમપરામાં રહેતાં રાહુલ રવજીભાઈ ડુંગરીયા નામનો ઈસમ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ આ તરૂણીનાં માતાએ ધારી પોલીસમાં નોંધાવી છે.
જયારે બીજા બનાવમાં બાબરા તાલુકાનાં ઘુઘરાળા ગામે રહેતી એક 17 વર્ષ 11 માસની તરૂણી ગત તા.10નાં બપોર ત્રણેક વાગ્‍યાનાં સમયે આઈસ્‍ક્રીમ લેવા જવાનું કહી નિકળી ગયા બાદ શેડુભાર ગામે રહેતો પ્રવિણ દાનાભાઈ બગડા તથા વડિયા તાલુકાનાં ઈશ્‍વરીયા ગામે રહેતો મનજી ભાયાભાઈ સોંઘરવા તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.