Main Menu

ગરમલીમાં જળસિંચનની કામગીરીનો ઉત્‍સાહભેર પ્રારંભ

ધારી તાલુકાના ગરમલી (જીયાણી) ગામમાંસુજલામ સુફલામ ર018 ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગરમલી ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઉંડુ ઉતારવા માટે ખાતમુર્હુત કાર્યક્રમ ગુજરાત રાજયના ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્‍થિતિમાં શાસ્‍ત્રોકત વિધિથી કરી સંપન્‍ન થયેલ હતો. ગુજરાત ભાજપની વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા તા.1મે થી તા.31 મે સુધી ચેકડેમો, તળાવો, નદી સહિતમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જળસંચય કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. તે મુજબ આજે ધાારી તાલુકાના ગરમલી (જીયાણી) ગામમાં તળાવ ઉંડુ ઉતારી વરસાદના પાણીનો સંગ્રહ કરી ગામમાં પાણીના તળ ઉંચા આવે તેવા શુભ હેતુથી તળાવ ઉંડુ ઉતારવા માટે શાસ્‍ત્રોકત વિધિથી આ કાર્યક્રમનો ગુજરાત ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્‍તે પ્રારંભ કરાયો હતો. આ ખાતમુર્હુત કાર્યક્રમમાં સુરત કામરેજના પૂર્વ ધારાસભ્‍ય પાનશેરીયા, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્‍લા મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા આગેવાન હિતેશભાઈ જોષી, ધારી તાલુકા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી પ્રાંત અધિકારી ઓજા, ધારી મામલતદાર, યુવા અગ્રણી સંજયભાઈ જીયાણી, સરપંચ ઘનશ્‍યામભાઈ મકવાણા, હર્ષદભાઈ રાવલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.ધનસુખભાઈ ભંડેરીએ આ યોજના વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું ગ્રામ પંચાયત દ્વારા ફૂલહારથી સન્‍માનીત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ ઘનશ્‍યામભાઈ મકવાણા, યુવા અગ્રણી સંજયભાઈ જીયાણી, હર્ષદભાઈ રાવલે ભારે જહેમત ઉઠાવેલ હતી.


« (Previous News)