Main Menu

દુધાળામાં જળસંગ્રહ માટેની કામગીરીમાં હું નિમિત્તમાત્ર છું : ધોળકીયા

અમરેલી, તા. 1ર
મહિને રૂા.179ની મજુરી મળતી આજે વર્ષે રૂા.7 હજાર કરોડનું એકસપોર્ટ કર્યુ પણ મારા વતન દુધાળામાં તળાવની કામગીરી કરવાની મને ઈશ્‍વરે તક આપીએ મારા માટે જુદી જ અનુભૂતિ છે. જેનું શબ્‍દમાં વર્ણન થઈ શકે તેમ નથી. જળસંગ્રહ માટેની કામગીરીમં હું નિમિત્ત માત્ર છું. આ શબ્‍દો દુધાળા ખાતે હરિકૃષ્‍ણ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરનાર સવજીભાઈ ધોળકીયાના છે.
હરિકૃષ્‍ણ એકસપોર્ટ – સુરતના ઉદ્યોગપતિ અને જળસંગ્રહની પ્રવૃતિના દાતા સવજીભાઈ ધોળકીયાએ કહયું કે, રાષ્‍ટના વિકાસ માટે જળ સંગ્રહના કાર્યો આશિર્વાદસમા છે. આ વિચાર મને દસ વર્ષથી આવતો પણ મારો વિચાર માત્ર કલ્‍પના ન બની રહેએની ચિંતા પણ હતી. કામની શરૂઆત થઈ, કામ મોટું થતું ગયું પરિણામ મળતું ગયું અને મને એમાંથી જ પ્રેરણા અને નવી શકિત મળતી ગઈ.
રાજય સરકારે સુજલામ સુફલમ જળ અભિયાન શરૂ કરી સૌરાષ્‍ટ્રના જળસંગ્રહ માટે નવી દિશા ખોલી આપી છે. સૌરાષ્‍ટ્ર માટે તો આ યોજના કામધેનું સમાન છે. કારણ કે આપણા સૌરાષ્‍ટ્રમાં જળસંગ્રહના કામો થય તો બારેમાસ પાણીની સમસ્‍યાનું નિવારણ થાય. ખેતીની જમીન ફળદ્રુપ બને અને ઉપજ વધુ મળે. જમીનનાં તળ ઉંચા આવે એવી સ્‍થિતિનું નિર્માણ થાય. આ અભિયાન માત્ર એક મહિનો નહિ પરંતુ એક વર્ષ જેટલો સમય ચાલે અને સૌરાષ્‍ટ્રના દરેક ગામડ જાગૃત બની જળાશયોને ઉંડા કરવાની કામગીરી હાથ ધરે તો ઘણા પરિવર્તનો લાવી શકાય તેમ છે.
સવજીભાઈએ ઉમેયું કે, આવા તાપમાં પણ મને તાપ-ગરમી ભૂલાઈ જાય છે. હારે એ તાપ મારે હારવું પોસાઈ નહિ. મને સતત કામ કરવાની આદત છે. ખંતથી એવી રીતે કામ કરતો જોઈ મારા સાથે બધા સતત આ કામમાં જોડાયેલા રહે છે. અહીં ર4×7 કલાક કામ શરૂ રહે છે. એમ કહીએ તો ખોટું નથી.
અત્‍યંત સાદા કપડા અને સાવ સાદું જીવન જીવતા સવજીભાઈએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી માટે ખુશીની લાગણી વ્‍યકત કરતા કહયું કે, ભગવાનની કૃપા, પરિવારજનો અને ગ્રામજનોનો સહકાર સાંપડે તો જ આ ભગીરથકામ થઈ શકે. લાઠી-દુધાળા, અકાળાના ત્રિવેણીસંગમ સમી આ જગ્‍યા વેરાન હતી પણ પૂ.મોરારિબાપુએ આ જગ્‍યાને પંચગંગાતીર્થ કહે છે.
400 વીઘામાં ફેલાયેલ આ તળાવને ઉંડુ ઉતારવામાં આવી રહયું છે. તેમજ ફળદ્રુપ માટીનું 300 વીઘામાં પૂરાણ કરવામાં આવ્‍યું છે. આ તળાવને 8 થી 17 ફુટ સુધી ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ છે. અંદાજે સવા લાખ ટ્રક જેટલી માટી ખેડૂતોના ખેતર સુધી પહોંચી છે. વઘુમાં તળાવની પાળી-દિવાલોના નિર્માણ માટે મનરેગ યોજના તળે કાર્ય કરવામાં આવતા મજુરોને રોજગારી મળી રહી છે.
સવજીભાઈએ કહયું કે, અહીં એક તળાવને બદલે જુદા-જુદા તળાવો બનાવી જળસંગ્રહની પ્રવૃતિનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે. મારા અંદાજ મુજબ રપ0 કરોડ લીટર જળસંગ્રહ થવા સંભાવના છે. જે પર્યાવરણ માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે. આજુ-બાજુના વિસ્‍તારોમાં જમીનમાં ઉત્‍પાદન વધુ થશે. ખેતીની આવક વધશે. નિરોગીતામાં પણ ઉમેરો થવાની સાથે પ્રવાસનની નવી તકોનું નિર્માણ થશે. ઉદ્યોગપતિ અને દુધાળાના ભામાશાએ ગુજરાત અને અન્‍ય રાજયોમાં પોતાના ઉદ્યોગનો વિસ્‍તાર ફેલાવ્‍યો છે. પણ લેસમાત્ર અભિયાન નહિ અને એટલા સરળ કે તગારા ઉપાડી મજુરો સાથે તળાવની કામગીરી કરવા લાગી જાય એવા સવજીભાઈ યુવાનો માટે પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વ છે.