Main Menu

દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે

દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે
દુધાળા અને લાઠીના માનસરોવર ખાતે તળાવોની મુલાકાત કરવામાં આવી
અમરેલી તા.1ર
અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના દુધાળા ગામે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામસભાને સંબોધન કરતા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજય સરકારે પ્રજાની સુખાકારી માટે જળસિંચનના કાર્યો હાથ ધરવા નિર્ધાર કર્યો છે. રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરતા જળ અભિયાન જન અભિયાન સ્‍વરૂપે સાકાર થયું છે.
રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ જળ અભિયાનમાં રાજયની 13 હજાર જેટલી નદી-જળાશયોને ઉંડા ઉતારવા, ઉપરાંત રાજયની 3ર જેટલી નદીઓને પુનઃજીવિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે સાથો સાથ નદીઓને સ્‍વચ્‍છ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચોમાસાના આગમન પૂર્વે સ્‍વચ્‍છતાલક્ષીકામગીરી પૂર્ણ કરવાનો સંકલ્‍પ કરવામાં  જનસહયોગ માટે મુખ્‍યમંત્રીએ અપીલ કરી હતી.
મુખ્‍યમંત્રી વિજયભાઇએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર્‌માં પાણીની અછત અનુભવાઇ રહી છે ત્‍યારે સુજલામ સુફલામ જળ અભિયાન સૌરાષ્ટ્ર્‌ માટે આશિર્વાદસમું બની રહેશે. સૌરાષ્ટ્રમાં ભાદર અને શેત્રુંજીએ બંને મોટા ડેમ છે. દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં 98 ટકા વરસાદની આગાહી છે. પાણી સંગ્રહ થતાં આજુ – બાજુના વિસ્‍તારમાં પાણીની સમસ્‍યાઆનું નિવારણ થશે. સૌરાષ્ટ્રમાં જળસંગ્રહની ક્ષમતામાં વધારો થશે. દરિયાના ખારા પાણીને મીઠું કરવા રૂ.800 કરોડના ખર્ચે એક પ્‍લાન્‍ટ મૂકવામાં આવ્‍યો છે. આગામી સમયમાં આવા દસેક પ્‍લાન્‍ટ મૂકવાની નેમ છે. ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી ઉદ્યોગો, બાગ-બગીચા અને વપરાશ માટે આપવામાં આવશે આ અંગે નીતિનું ઘડતર કરવા પણ રાજય સરકારની વિચારણા છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કરતા કહ્યું કે, પાણીની અછત ન રહે અને પાણીને ભગવાનનો પ્રસાદ સમજી તેનો કરકસરયુક્‍તત ઉપયોગ કરવો અત્‍યારના સમયની જરૂરિયાત છે. તેમણે જળ અભિયાનને જન અભિયાન બનાવવા માટે મળેલા જન સહયોગ માટે આભારની લાગણી મુખ્‍યમંત્રીએ વ્‍યક્‍તત કરીહતી.
કૃષિમંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ જણાવ્‍યું કે, પાણીને સાવચશું તો પાણી જીવાડશે. ભગીરથે ગંગાનું અવતરણ કરાવ્‍યું તેમ રાજય સરકારનું સુજલામ સુફલામ જળ અભિયાન સૌરાષ્ટ્ર માટે ઘણું જ મહત્‍વનું અતિ ઉપયોગી નીવડશે.
સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે કહ્યું કે, સેવા સહયોગથી જળસંચયના કામો સરાહનીય છે. કર્મભૂમિ ઉપરાંત જન્‍મભૂમિ માટે કાર્ય કરી વતનનું ઋણ ચૂકવવાનું આ ઉત્તમ માઘ્‍યમ છે. જળસંચયની સાથો – સાથ વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી તે પ્રેરક છે. સૌરાષ્ટ્ર્‌માં પાણીની અછત વર્તાતી રહી છે ત્‍યારે પાણીનો કરકસરયુક્‍તત યોગ્‍ય ઉપયોગ કરવામાં આવે તે જરૂરી બન્‍યું છે.
પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ રાજયમંત્રી નાનુભાઇ વાનાણીએ કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે. રાજયભરમાં શરૂ થયેલા જળસંગ્રહ સંબંધિત કામગીરીને લીધે પ્રજાના પાણી સંબંધિત પ્રશ્‍નોનું નિવારણ થવાનું છે. રાજય સરકારના આ જળ અભિયાનને જન સહયોગ સાંપડતા જળ અભિયાન સફળ બન્‍યું છે.
આ પ્રસંગે સંજય રાવળે પ્રેરક ઉદબોધન કર્યુ હતુ.
મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુ તથા મહાનુભાવોએ દુધાળા તથા લાઠીના માનસરોવર તળાવની મુલાકાત લીધી હતી.  લાઠી ખાતે માનસરોવર જળ અભિયાનઅંતર્ગત તળાવને ઉંડા કરવાનો પ્રારંભ મુખ્‍યમંત્રી તથા મહાનુભાવોએ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રી તથા મહાનુભાવોનું સ્‍વાગત તુલસીના છોડ અને યોગસૂત્ર પુસ્‍તકથી કરવામાં આવ્‍યું હતુ.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું કે, યુવા પેઢી માટે પ્રેરક અને ઉપયોગી કાર્ય અહીં દુધાળામાં થયું છે. વતનનું ઋણ ચૂકવવા માટે હાથ ધરવામાં આવેલ જળ સંચયના કાર્યોએ વિકાસ કાર્ય જ છે. સૌના સહકારથી પરિણામલક્ષી કાર્યો થયાની ખુશી વ્‍યકત કરી હતી.
શાબ્‍દિક સ્‍વાગત કરતા સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પાણીની અછત વર્તાઇ છે અને અત્‍યારે પાણીની વધુ આવશ્‍યકતા છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થતાં જળસંગ્રહ માટેના કાર્યોએ રાષ્ટ્રના વિકાસ માટે અતિ ઉપયોગી છે.