Main Menu

ઝરખીયામાં તળાવનું ખાતમુર્હુત કરતાં વિજય રૂપાણી

ગુજરાતમાં આગામી ત્રણ વર્ષ સુધી જળસંચય અભિયાન ચાલું રખાશે
ઝરખીયામાં તળાવનું ખાતમુર્હુત કરતાં વિજય રૂપાણી
દરિયાનાં ખારા પાણીને મીઠુ પાણી બનાવવા 10 પ્‍લાન્‍ટ નાખવામાં આવશે
અમરેલી, તા.1ર
આજે બપોરે અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશ ગંગા જલધારા ટ્રસ્‍ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવરભ તળાવનું ખાતમુહૂર્ત અને તખ્‍તીનું અનાવરણ કરતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં આગામી 3 વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરેલ છે. આ પાણીની સમસ્‍યા કાયમી ધોરણે નિવારવા માટે વ્‍યાપક સ્‍વરૂપે અભિયાન ઉપાડેલ છે. પાણીની સંગ્રહ શક્‍તિત વધારવા 11000 લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ.
મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, ‘સૌની યોજનાભ અંતર્ગત 11પ જેટલા ડેમોને નર્મદાની લાઇનો સાથે જોડીને કનેકટ કરવામાં આવશે અને વરસાદ અપુરતો પડે તો નર્મદાના નીરથી ભરવામાં આવશે. પીવાના પાણીની અછત-દુષ્‍કાળ ભૂતકાળ બને તે રીતે સરકાર કામ કરી રહી છે. જમીનમાં પાણીના તળ ર0 ફુટે નીકળે તેવું આપણું લક્ષ્યાંક છે.
આ જળ સંચય અભિયાન દ્વારાસર્વાંગી ફાયદો થશે. આપણે વિકાસમાં પાણીને પ્રાથમિક અગ્રતા  આપીને પર્યાપ્‍ત માત્રામાં પાણીનું સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવું છે.
મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે 10 પ્‍લાન્‍ટ નાખવામાં આવશે. ઇઝરાઇલ સહિતના અન્‍ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે. જામનગર જિલ્‍લાના જોડીયા ખાતે રૂા. 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનાં પ્‍લાન્‍ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. આપણે પાણીના સ્ત્રોત વધારવા અને પાણીને રીચાર્જ કરવા આગળ વધી રહ્યા છીએ.
મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, શહેરોમાં વપરાયેલ લાખો કયુસેક પાણી ગટરમાં છોડવામાં આવે છે. આ પાણીને રીસાયકલીંગ કરીને શુદ્ધ કરીને ઉદ્યોગો, બાગ-બગીચાઓ અને પાણી વપરાશ માટે અપાશે. આ માટે સરકાર ટૂંક સમયમાં નીતી લાવી રહી છે.
વિજયભાઇ રૂપણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રાજયમાં ચાલતા જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે. 13 હજારથી વધુ તળાવો ઉંડા કરાશે. આ ઇશ્વરીય કાર્ય છે અને પાણી એ પ્રભુનો પ્રસાદ છે. આ ગામમાં ર4 કલાક ચાલતા જળ અભિયાનના કાર્ય માટે વતન પ્રેમી દાતાઓ,સ્‍વૈચ્‍છિક સંસ્‍થા અને ગ્રામજનોને અભિનંદન આપ્‍યા હતા. આ જળ અભિયાનને જનતાએ પોતે જન અભિયાન બનાવી લીધેલ છે.
લાઠી તાલુકાના આ ઝરખીયા ગામે મનરેગા દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અંદાજે રપ0 શ્રમિકો દ્વારા કામ શરૂ કરાયેલ છે. 1પ0 ચોકડીઓ ગાળવાનું 600 માનવ દિવસોનું કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્‍લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલ 491 કામો પૈકી 111 કામો શરૂ કરવામાં આવ્‍યા છે અને 19 કામો પૂર્ણ થયેલ છે. જયારે તા.10 મે સુધીમાં સિંચાઇના તળાવ, વોટર શેડ, ચેકડેમ સહિત 7ર કામો, નગરપાલીકાઓના 39 કામો અને મનરેગાના 47 કામો મળી કુલ 1પ8 કામો શરૂ કરવામાં આવેલ છે.
આ કામગીરી 10પ જેસીબી, રપ6 ટ્રેકટર્સ અને 6 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
પ્રારંભમાં, આકાશ ગંગા સંસ્‍થાના ચેરમેન મનુભાઇ કાકડીયાએ જણાવ્‍યું હતું કે, ઝરખીયા ગામમાં અગાઉ સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના અંતર્ગત 1પ0 જેટલા ચેકડેમો આ વિસ્‍તારમાં કરવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામમાં દાતાઓના સહયોગથી 6પ વીઘા જમીનમાં 10 ફુટ તળાવ ઉંડુ કરવામાં આવેલ છે અને હજુ પ ફુટ ઉંડુ કરાશે. જયારે આજે ગામના ર0 થી રપ વીઘા જમીનમાં તળાવકરવામાં આવનાર છે. જેમનું ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાશે. તેમણે આ તકે જિલ્‍લામાં ગામે ગામ ચેકડેમ કરવા જણાવ્‍યું હતું.
ગામના વતની અને રખીયાલના ધારાસભ્‍ય વલ્‍લભભાઇ કાકડીયાએ જણાવ્‍યું હતું કે, ગ્રામજનોએ ગત તા.19 માર્થ થી ડમ્‍પર, ટ્રેકટરો અને જેસીબી જેવા સાધનો દ્વારા ર4 કલાક જળ સંચય અંગેની કામગીરી હાથ ધરેલ છે. ગ્રામજનો દ્વારા આગામી પાંચ વર્ષ સુધી જળ સંચય અંગેના ચેકડેમોનું કામ હાથ ધરવામાં આવશે. તેમણે આ તકે ખેડૂતોને સરકારની સૌર ઉર્જાની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પૂર્વમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતને પાણીની અછત-દુષ્‍કાળમાંથી મુક્‍તત કરવા રાજય સરકારે જનભાગીદારીથી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વમાં જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. આ જળ અભિયાન એક યજ્ઞ છે. વરસાદના એક-એક ટીપાના પાણીને જમીનમાં ઉતારવા આપણે સૌ સંકલ્‍પબદ્ધ બનીએ. જીવનનો મંત્ર બનાવીને દર વર્ષે જળ સંચય કરીએ.
તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં અગાઉ દાતાઓના સહયોગથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. તેમણે સરકારની વીજ ઉત્‍પાદનની સૌર યોજનાનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું કે, દુષ્‍કાળને ભૂતકાળ બનાવવાનુંકાર્ય રાજય સરકારે હાથ ધર્યું છે. જળ સંગ્રહના વિકાસકાર્યો થકી અમરેલી જિલ્‍લો નોખો-અનોખો બન્‍યો છે. લાઠી તાલુકામાં થયેલ જળ સંગ્રહના કાર્યોનું ઋણ સ્‍વીકાર કરવાનો પ્રસંગ છે. આફતને અવસરમાં પલટાવવાનો પ્રસંગ એટલે સુજલામ સુફલામ જળ અભિયાન છે. ગામડાને ધબકતુ કરવા માટે દાતાનો સહકાર સરાહનીય છે. ધોમધખતા તાપમાં પણ આ જળસંચય માટેની પ્રવૃતિ વંદનીય છે. આવનારી પેઢી માટે આશિર્વાદ સમા જળ અભિયાનને હજુ વધુ ગતિશીલ કરવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું કે, દાતા ધોળકીયા પરિવારના પ્રયત્‍નો લાઠી તાલુકામાં જળ સંગ્રહના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્‍યા છે. ભજળ એ જ જીવનભ સૂત્ર લાઠી તાલુકામાં સાર્થક થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર આવતા કાયાપલટ થવાની તકોનું નિર્માણ થયું છે. રાજય સરકારે પાણી માટેના કાર્યો હાથ ધરી જનતાની સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. ઇઝરાયેલ જેવા રાષ્ટ્રનો જળ સિંચન-ખેતી માટેની પદ્ધતિને આદર્શ બનાવી ક્રાંતિ લાવવા આહવાન કર્યું હતું. કૃષિ યુનિવર્સિટી દ્વારા આપાવામાં આવતું માર્ગદર્શન અનુસરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કૃષિક્રાંતિ લાવવા પ્રયત્‍નશીલ થઇએ તે જરૂરી છે.
કલેકટર આયુષકુમાર ઓકે કહ્યું કે, રાજય સરકાર દ્વારા તા.1 લી મેથી સુજલામસુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહ માટેના કાર્યો હાથ ધરવામાં આવ્‍યા છે. જિલ્‍લામાં 178 કામો શરૂ થયા છે અને મહિનાના અંતમાં 384 કામો પૂર્ણ કરાશે. 6પ00 શ્રમિકો કામ કરે છે અને 1.પ0 લાખ માનવ દિન રોજગારી ઉત્‍પન્‍ન કરવાનો અભિગમ છે. જિલ્‍લામાં રોજગારીનું સર્જન થયું છે. શ્રમિકોને પ્રોત્‍સાહિત કરવા મુખ્‍યમંત્રી ઉપસ્‍થિત થયા છે. લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્‍લાએ પૂરૂ પાડયું છે.
આ તકે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દાતાઓએ વૃક્ષારોપણ તથા જળસંગ્રહની કામગીરી માટે અનુક્રમે રૂા. પ1 હજાર તથા રૂા. ર1 હજારના ચેક મુખ્‍યમંત્રીને અર્પણ કરેલ હતા. તેમજ કન્‍યા કેળવણી નિધિ માટે રૂા. ર1 હજારનો ચેક અર્પણ કરાયો હતો.
આ તકે ફોરવર્ડ કન્‍યા શાળાની બાળાઓએ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્ર, જિલ્‍લા ભાજપ તથા ગ્રામ પંચાયતોના સભ્‍યો, ગ્રામજનો, દાતાઓ તથા ખેડૂતો અગ્રણીઓ દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.
  આ પ્રસંગે જિલ્‍લાના પ્રભારી અને કૃષિમંત્રી આર.સી. ફળદુ, સાંસદ નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઇ ખોખરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંઘાડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ગુજરાત મ્‍યુનિ.ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ મંત્રીવી.વી. વઘાસીયા, અગ્રણીઓ પ્રફુલભાઇ પાનસેરીયા, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, દાતાઓ મનજીભાઇ ધોળકીયા, સવજીભાઇ ધોળકીયા, દાસભાઇ ધામી, પેથાણીભાઇ સહિતના અન્‍ય દાતાઓ-ઉદ્યોગપતિઓ જિલ્‍લાના અગ્રણીઓ અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આભાર દર્શન જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિર્ગુડેએ કર્યું હતું.