Main Menu

બાબરાનાં ખાનપર ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 4 ઝડપાયા

ઈન્‍ચાર્જ એસપીએ કડક પગલા ભરવા જરૂરી
બાબરા, તા. 10
બાબરા શહેર તેમજ તાલુકાનાં ઘણાં ગામડાઓમાં મસમોટા જુગાર ધમધમી રહૃાા છે, તેવા અહેવાલો થોડા દિવસો પહેલાં જ વર્તમાનપત્રોમાં છપાયા હતા. ત્‍યાર બાદ ભાવનગરની આર.આર.સેલ તેમજ અમરેલીની એલ.સી.બી. ટીમોએ જુદી જુદી જગ્‍યાઓ પર રેડ કરી જુગાર ધામો પકડયા હતા. ત્‍યારે બાબરા પોલીસ ઉંઘતી ઝડપાય હતી ત્‍યારે સ્‍થાનિક પોલીસ પર અનેક સવાલો ચર્ચાયા હોવાનુંચર્ચાઈ રહૃાું છે.
બાબરાના કોટડાપીઠા આઉટ ચેક પોસ્‍ટ વિસ્‍તારમાં આવતું ખાનપર ગામમાં ક્રિકેટનાં મોત પર સટ્ટો ચાલતો હોવાની બાતમી જમાદાર ત્રીભોવનદાસ ગોંડલીયા તેમજ જયદેવભાઈ હેરમાને મળતા સ્‍થળ પર પહોંચી ચાર જેટલા સટોડિયાને ઝડપી લીધા હતા.
આ સટ્ટો ખાનપર ગામે રહેતો વશરામ સવજી ધોડકીયાનાં મકાનમાં જશદણ ગામે રહેતાં ખલીલ સાલેમ કથેળી તેમજ શૈલૈષ રાઘવ માલવીયા તેમજ જેરામ શિવરાજ હીરપરા આ તમામને ટીવી , મોબાઈલ, મોટરસાઈકલ તેમજ રોકડ સાથે બાબરા પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા.
અને મુદ્યામાલ અને રોકડ રુપીયા 40,00 નો મુદ્યામાલ કબજે કર્યો હતો અને ચારેય વિરુઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ બાબરા શહેર તેમજ તાલુકાનાં ગામડાઓમાં આવા ક્રિકેટ પરના સટ્ટા તેમજ ગંજીપતાનાં મસમોટા જુગાર ધામો પણ ચાલતા હોવાનું ચર્ચાઈ રહૃાું છે.