Main Menu

લીલીયા પંથકમાં ઉઘાડપગા ડોકટરોનો રાફડો ફાટયો : તપાસની માંગ

આયુર્વેદિક, હોમીયોપેથીક ડોકટરો સહિત ઉઘાડપગા ડોકટરો કરી રહૃાા છે દર્દીઓની એલોપેથી સારવાર
લીલીયા,તા.10
લીલીયા શહેર સહિત સમગ્ર પંથકમાં ઉઘાડપગા ડોકટરોનો રાફડો ફાટી નીકળ્‍યો છે. જેના કારણે દર્દીઓ શારીરિક અને આર્થિક રીતે મુશ્‍કેલીમાં મુકાયા છે. જિલ્‍લા આરોગ્‍ય વિભાગ આવા લોકોને કોઈ કારણોસર મદદ કરી રહયું છે. તેવા સમયે ઉચ્‍ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં હોમીયોપેથી અને આયુર્વેદિક ડિગ્રી ધરાવતા ડોકટરો ખુલ્‍લેઆમ એલોપેથીક સારવાર આપી દર્દીઓને લૂંટી રહયા છે. જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોઈ પણ પ્રકારની ડોકટરી ડિગ્રી ન ધરાવતા ડોકટરો બની લોકોને સારવાર આપી રહયા છે. જેથી દર્દીઓ શારીરિક અને આર્થિક રીતે મુશ્‍કેલી અનુભવી રહયા છે. આ અંગે ઉચ્‍ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો આરોગ્‍ય ક્ષેત્રમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે.