Main Menu

મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જરખીયા ખાતે જળસિંચનની કામગીરીનો કરાવશે પ્રારંભ

રાજયની ભાજપ સરકારે જળસિંચનની કામગીરી શરૂ કરી હોય
અમરેલી જિલ્‍લાનાં વતનપ્રેમીઓ જળસિંચનની કામગીરીમાં મદદે આવે
મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જરખીયા ખાતે જળસિંચનની કામગીરીનો કરાવશે પ્રારંભ
અમરેલી,તા. 10
ગુજરાત રાજયમાં લોકપ્રિય ભાજપ સરકારના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વ હેઠળ હાલ રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાલ રાજય વ્‍યાપી ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારવા લોકભાગીદારીથી પ્રયત્‍નો થઈ રહયા છે. દાતાઓ, ભામાશાઓના આર્થિક સહયોગથી આખુ અભિયાન રતન સમા ઔદ્યોગીક રત્‍નો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ પોતાના વતનમાં ચેકડેમ, તળાવો ઉંડા ઉતારવા આર્થિક સહયોગ કરી રહયા છે. જે અભૂતપૂર્વ અને ઐતિહાસીક ઘટના છે. આ કાર્યમાં જોડાયેલા તમામ દાતાઓને વતનની વહારે આવવા બદલ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ આવકારી અભિનંદન પાઠવ્‍યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્‍યક્ષતામાં તા.1રમી મે ને શનિવારના રોજ લાઠી તાલુકાનાં જરખીયા ગામે સવારે 10 કલાકે પ્રારંભ કરાવશે. આ તકે જિલ્‍લાના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સંગઠનનાં પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાન એ ખેતી, ખેડુત અને જનતા જર્નાદન માટે આર્શિવાદ રૂપ યોજના છે. એના થકી પાણી સંગ્રહ જળાશયોમાં વધશે પરીણામે પીવાના પાણીની સમસ્‍યા હલ થશે અને ખેતી માટે પાણી ઉપલબ્‍ધ થશે. અમરેલી જિલ્‍લાનાં વતનીઓ અને ભામાશાઓ પોતાના ગામ-શહેરમાં આવેલાતળાવો / ચેકડેમ ઉંડા ઉતારવા લોક ફાળો આપીને વતનનું ઋણ અદા કરવા અને જિલ્‍લાના ઉજજવળ ભવિષ્‍યના સહયોગી બનવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ અપીલ કરી છે.