Main Menu

ભામાશા ગોપાલશેઠનાં ‘‘રાધેફાર્મ”માં પ્રભારીમંત્રી આર.સી. ફળદુનું આગમન

બાબરા પંથકમાં ચાલતા જળસિંચન કામોની સમીક્ષા કરવા તેમજ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે જરખીયા ગામે પધારી રહૃાા હોય તેની તૈયારી રૂપે જિલ્‍લાનાં પ્રભરી મંત્રી અને રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ તેમના અંગત મિત્ર, ભાજપ અગ્રણી અને ભામાશા ગોપાલ શેઠનાં ચમારડી ખાતે આવેલ રાધે ફાર્મની મુલાકાત લીધી હતી. અને સમગ્ર પંથકનાં આગેવાનો સાથે ભોજન લઈ વિવિધ ચર્ચાઓ ખુલ્‍લા મને કરી હતી. તેઓની સાથે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ જોડાયા હતા.  આ તકે મનસુખભાઈ વામજા, નિતીનભાઈ રાઠોડ, મગનભાઈ કાનાણી, ભુપેન્‍દ્રભાઈ બસીયા, રાજેશભાઈ વિરોજા, કનુભાઈ દહીથરા, દેહુલરભાઈ રાનાણી, બટુકભાઈ શીયાણી, હિંમતભાઈ દેત્રોજા, વિનુભાઈ વિસનગરા, મગનભાઈ જોગાણી, લાલજીભાઈ વસ્‍તરપરા, પ્રાગજીભાઈ વસ્‍તરપરા, જીવનભાઈ પીઠડીયા, અશ્‍વિનભાઈ ઓડીયા, ગુણવંતભાઈ જાવીયા, વનરાજભાઈ વાળા, જીવરાજભાઈ લાદર, જયસુખભાઈ વાંડળીયા, અશોકભાઈ અસલાલીયા, કાળુભાઈ પોકળ, મહેશભાઈ વાવડી, દામજીભાઈ ગરણી, વગનભાઈ કલકાણી, ભરતભાઈ પાડા, કનુભાઈ બસીયા, જયરાજભાઈ વાળા, ભરતભાઈ સુતરીયા, ભુપતભાઈ ખીમાણી, તળશીભાઈ મકતરપરા, પ્રવિણભાઈ બરવાળીયા, જયસુખભાઈ તથા પ્રાંત અધિકારી બોરાણા,મામલતદાર ખીમાણી, પીએસઆઈ પરાડીયા, ખેતીવાડી બાગાયત વિભાગનાં અધિકારી વિઠ્ઠલભાઈ વાસાણી, પરેશભાઈ રાઠોડ, દિપકભાઈ કાવઠીયા, લાલજીભાઈ મોહનભાઈ વસ્‍તરપરા, જાદવભાઈ નવાણીયાવાળ વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.