Main Menu

અમરેલીનાં હંગામી એસ.ટી. ડેપોમાં અંધાધૂંધીનો માહોલ

મુસાફર વર્ગ માટે બેસવાની, પાણી કે પંખાની વ્‍યવસ્‍થાનાં અભાવે
અમરેલીનાં હંગામી એસ.ટી. ડેપોમાં અંધાધૂંધીનો માહોલ
એસ.ટી.નાં ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલિન કચેરીમાંથી બહાર નીકળવાનું નામ લેતા નથી
પૂછપરછનો ફોન સતત એગેન્‍જ અથવા તો બંધ હાલતમાં જોવા મળે છે
અમરેલી, તા.10
અમરેલીમાં બનાવવામાં આવેલ હંગામી બસ સ્‍ટેન્‍ડનો ઉપયોગ એસ.ટી. બસ કે મુસાફરોને બદલે ખાનગી વાહનો વધારે કરી રહયા હોય તેટલી હદે અંધાધૂંધીનો માહોલ ઉભો થયો છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે જિલ્‍લા કક્ષાના અમરેલી શહેરના એસ.ટી. ડેપોમાં મેનેજરની જગ્‍યા ખાલી છે. રાત્રીની બસો બારોબાર ચાલી જાય છે. મુસાફરો માટે બેસવાની, પીવાના પાણીની કે પંખાની કોઈ વ્‍યવસ્‍થા જોવા મળતી નથી.
તદ્‌ઉપરાંત, પૂછપરછ વિભાગમાં લાયક કર્મચારીને બદલે ડ્રાઈવરને ફરજ સોંપવામાં આવે છે તેને બસના સમયની કોઈ ખબર હોતી નથી. તેમજ સમયપત્રક જાણવા માટેનો ફોન સતત એન્‍ગેજ કે બંધ હાલતમાં જોવા મળી રહયો છે.
તદ્‌ઉપરાંત, જયાં સટાફ કર્મીઓને રાત્રી રોકાણ કરવાનું હોય છે તે રૂમ બિનજરૂરી સામાનથી ભરેલો હોય છે. એસ.ટી.ના ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલિન  કચેરીમાંથી બહાર આવવાની તકલીફ લેતા નથી.
સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે બસસ્‍ટેન્‍ડનો ઉપયોગ ખાનગીવાહનો દ્વારા હોસ્‍પિટલમાં આવન-જાવન માટે કરવામાં આવી રહયો છે અને યુનિયન આગેવાનો જ અધિકારી બનીને એસ.ટી.નું સંચાલન કરી રહયા હોય મુસાફર વર્ગમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.