Main Menu

અમરેલી ગાયત્રી શકિતપીઠ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો

શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ અમરેલી દ્વારા શ્રી ગાયત્રી શકિતપીઠ, અમરેલી ખાતે તા.9/પને બુધવારના રોજ સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. કેમ્‍પનું દીપ પ્રાગટય શ્રી ગાયત્રી શકિતપીઠ પરિવાર ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી બાબુભાઈ વી. રાજયગુરૂ, જે.વી. આચાર્ય, મંદિરના મહંત ચંદ્રેશભાઈ એલ. જોષી અને મેડિકલ કોલેજના તમામ તબીબી નિષ્‍ણાંતો દ્વારા કરવામાં આવ્‍યુંહતું. કેમ્‍પમાં હૃદયરોગ, ડાયાબીટીસ, કાન- નાક-ગળાના રોગ, પગ અને કમરના દુઃખાવા વિગેરે રોગોના 100 જેટલા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવેલ. આ ઉપરાંત જરૂરિયાત મંદના એકસ-રે, કાર્ડિયોગ્રામ, ઈ.સી.જી., લેબોરેટરી વિગેરે તપાસ કરવામાં આવેલ અને તમામને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ફિઝીશ્‍યન ડો. જી.જે. ગજેરા, જનરલ સર્જન ડો. આર.સી. બઢીયા, ઈ.એન.ટી. સર્જન ડો. કૃતિકાબેન શાહ, ડો. કે.બી. દેશાણી અને મેડિકલ કોલેજની ટીમે સેવાઓ આપેલ. સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે લોક ભાગીદારીથી નવી મેડિકલ કોલેજની સ્‍થાપના માટે સંસ્‍થા દ્વારા હોસ્‍પિટલમાં સુધારા-વધારા સાથે નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેથી આવનારા દિવસોમાં સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે ઉપલબ્‍ધ થનાર નવી સુવિધાઓ વિશે લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને લોકોને સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે સારવાર લેવા અનુરોધ કરવામાં આવેલ. કેમ્‍પમાં ગાયત્રી શકિતપીઠના આગેવાન ગોવિંદભાઈ ગોંડલીયા, સવજીભાઈ આર. પટેલ, જનકરાય જે. ઠાકર, ઉમેશભાઈ એસ. પાઠક, ભીખાભાઈ એમ. ઠકરાર, ચંદ્રકાંતભાઈ આર. પંડયા, રશ્‍મિનભાઈ વ્‍યાસ, બીપીનભાઈ સી. ભરાડ ઉપસ્‍થિત રહેલ. આ કેમ્‍પની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ, શ્રી ગાયત્રી શકિતપીઠ દ્વારાકરવામાં આવેલ.


« (Previous News)