Main Menu

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો આવતીકાલે 67મો સ્‍થાપના દિન

67 વર્ષ પૂર્વની યાદો તાજી થશે
સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો આવતીકાલે 67મો સ્‍થાપના દિન
ઐતિહાસીક થ્રીડી લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો યોજાશે
સોમનાથ, તા. 9
શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રાસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે સરદારનાં લોખંડી સંકલ્‍પનું સાકાર સ્‍વરૂપ 11ભમે 19પ1 ના રોજ તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો. (સ્‍વ.) રાજેન્‍દ્રપ્રસાદજીના કરકમલોથી સવારે 9-46 મીનીટે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્‍ન થયેલ. નુતન મંદિર કાર્ય તેમજ સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રાસાદનો નકશો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ હતો. આ પ્રસંગે 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલ.પ્રાણપ્રતિષ્ઠા વિધિ માટે, પ1 બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ. જયારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્‍ન થઈ અને 108 બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર વચ્‍ચે જયારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠયો. ત્‍યારે 101 તોપોની સલામી આપવામાં આવેલ હતી. સ્‍થાનીકો બહોળી સંખ્‍યામાં જગતપિતા સોમનાથ મહાદેવનાં આ પાવન પ્રસંગે પોતાના પારંપરિકપરિવેષમાં ઉત્‍સાહભેર જોડાયા હતા. તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો.(સ્‍વ.) રાજેન્‍દ્રપ્રસાદજીએ લોકોને સંબોધતા કહેલ કે ભભપ્રાચીન ભારતની સમૃદ્ધિ, શ્રદ્ધા અને સંસ્‍કૃતિનું પ્રતિક સોમનાથનું મંદિર હતું, જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્ર કરે છે, આજે સોમનાથ મંદિર પોતાનું મસ્‍તક ઉચુ કરી સંસારને સંદેશ આપી રહેલ છે કે, જેને જનતા પ્રેમ કરે છે જેના માટે જનસામાન્‍યના હૃદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્‍નેહ છે, તેને સંસારમાં કોઈ પણ મીટાવી શકતું નથી.ભભ
11 મે ર018 ના રોજ સોમનાથ મંદિરના 68માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્‍લાસથી ઉજવણી કરવાનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા કરવામાં આવેલ છે, શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રસંગને લઈ નિચે મુજબ વિશેષ આયોજન કરવામાં આવનાર છે, જેમાં સવારે 7-30 કલાકે સ્‍વચ્‍છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ, સવારે 8-30 કલાકે હોમાત્‍મક લઘુરૂદ્ર પ્રારંભ, સરદારને પૂષ્‍પાંજલી-સરદાર વંદના, સ્‍થાપના દિને વિશેષ મહાપૂજન- મહાઅભિષેક, સવારે 9-46 મિનીટ પ્રાણ પ્રતિષ્ઠા સમયે વિશેષ આરતી, ઘ્‍વજાપૂજન, બપોરે 3-00 થી વિશેષ શૃંગાર દર્શન, સાંજે પ-00 થી 6-30 સુધી પૂર્વિબેન શેઠ ગૃપ ર્ેારા નૃત્‍યથી નટરાજની આરાધના, સરદારના સંકલ્‍પની ઝાંખી અને 67 વર્ષ પૂર્વે રચાયેલા દ્રશ્‍યની અવિસ્‍મરણીય ઝાંખી સાંજે 7-00 વાગ્‍યે થતી મહાઆરતીમાં દ્રશ્‍યમાનથશે જેમાં સ્‍થાનિક સમાજો ર્ેારા પારંપરિક વસ્‍ત્ર પરિધાનમાં શ્રી સોમનાથ મંદિરની સહસ્‍ત્રદિપો ર્ેારા સમૂહ આરતી યોજાશે. શ્રી સોમનાથ મંદિરને સુંદર પૂષ્‍પોથી સ્‍થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. આરતી બાદ સોમનાથનાં ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો નિહાળી શકાશે.
સ્‍થાપના દિને સોમનાથ આવનાર યાત્રીઓને આરોગ્‍ય સેવાનો ઉત્તમ લાભ મળી રહે તેવા શુભાશયથી સામાજીક સંસ્‍થા, આરોગ્‍ય વિભાગ, ગીર સોમનાથના સહયોગથી વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્‍ટનાં માહેશ્‍વરી અતિથિગૃહ ખાતે આ કેમ્‍પનું આયોજન સવારે 9-00 થી બપોરે પ-00 દરમ્‍યાન કરવામાં આવેલ છે. જેમા હૃદયરોગ- કિડની- ડાયાબીટીશ- હાડકાના નિષ્‍ણાંત- બાળરોગ- દાંતના નિષ્‍ણાંત- ફિઝીયોથેરાપીસ્‍ટ સહીતના નિષ્‍ણાંત ડોકટરો તેમજ એપોલો હોસ્‍પિટલ, અમદાવાદની ટીમ ર્ેારા સચોટ માર્ગદર્શન તેમજ દવાનું ફ્રી વિતરણ સ્‍થળ પર જ મળી રહેશે. આ કેમ્‍પમાં સ્‍થળ પર તેમજ ટેલીફોનીક રજીસ્‍ટ્રેશન ગુલાબભાઈ છેડા મો.90991 14141, ડો. ડિ.કે. વાજા મો. 97377 36809 પર ફોનથી કરી શકાશે.
ગીર સોમનાથ જીલ્‍લાનાં સ્‍થાનીકો, યાત્રીકોને ઉપરોકત આયોજનમાં બહોળી સંખ્‍યામાં જોડાઈ શ્રી સોમનાથ સ્‍થાપના દિનનાં ધાર્મિક કાર્યક્રમોનો લ્‍હાવો લેવા તેમજ ગૌરવપ્રાપ્‍ત કરવા અનુરોધ કરાયો છે.