Main Menu

અરેરાટી : ચિત્તલમાં પિતાની અંતિમયાત્રામાં ઉપસ્‍થિત પુત્રીનું પણ નિધન થયું

ચિત્તલ, તા.8
ચિતલમાં તાજેતરમાં ચિતલના બાલ મંદિર પાસે રહેતા ઉકાભાઈ બેચરભાઈ દામાણીનું ટૂંકી બિમારીને કારણે અવસાન થતા તેમની રાજકોટ ખાતે સાસરે રહેતી દીકરી શારદાબેન શાંતિલાલ ભેંસારા પિતાની અંતિમ ક્રિયામાં રાજકોટથી હાજરી આપવા આવેલ. જયાં પિતાની પાછળ દુઃખમાં ભભપ્રાણ પોકભભ મુકતા પિતાની ભભનનામીભભ પાસે જ ઢળી પડતા તેમનું મૃત્‍યુ થતા હાજર રહેલ સગર પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડયો હતો અને પિતા પાછળ જાણે પોતાને છેટુ પડી જતા પુત્રીએ પણ અનંત વાટ પકડી હતી અને સગર પરિવારમાં બેવડો દુઃખ અને કરૂણતાનો માહોલ છવાયો હતો.