Main Menu

લીલીયા નીલકંઠ સરોવરની મુલાકાત લેતા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ

લીલીયા અમરેલી માર્ગ પર આવેલ ખારી નદી પર પાછલા ચાર માસથી જલધારા સેવા સમિતિ દ્વારા નિલકંઠ સરોવર બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. આ કામગીરી નિહાળવા સવારના 10 કલાકે જિલ્‍લા પ્રભારી આર.સી. ફળદુ અને સુજલામ સુફલામ ઈન્‍ચાર્જ પ્રફુલભાઈ પાનસુરીયા આવી પહોંચેલ. આ તકે જલધારા સેવા સમિતિ પ્રમુખ બટુકભાઈ ધામત, ઉપપ્રમુખ ગોરધનભાઈ ભાલાળાએ બન્‍ન આગેવાનોનું શાલ ઓઢાડી સન્‍માન કરેલ. બાદ ઉપસરપંચ બાબુભાઈ ધામતે જલધારા સેવા સમિતિ દ્વારા થઈ રહેલ જળ સંગ્રહ શકિત વધારવાની કામગીરી અંગે જાણકારી આપેલ. વિવિધ માંગણીઓ રજૂ કરેલ. બાદ આર.સી. ફળદુએ જલધારા સેવા સમિતિની કામગીરી બિરદાવવામાં આવેલ. જળ સંગ્રહ શકિત વધારવા સરકાર તમામ જરૂરિયાત પુરી પાડશે તેવું જણાવેલ. બાદ જિલ્‍લા ઈન્‍ચાર્જ પ્રફુલભાઈ પાનસુરીયાએ યોજના અંતર્ગત માહિતી આપી ઉપસ્‍થિત તમામ લોકોને જળ સંગ્રહ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ તકે ભરતભાઈ ગાજીપરા,કમલેશ કાાનાણી, હિરેન હિરપરા, ચતુર કાકડીયા, અરૂણભાઈ પટેલ, મગનભાઈ, ઘનશ્‍યામભાઈ રાદડીયા સહિતના લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બટુકભાઈ ધામત, ગોરધનભાઈ ભાલાળા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.