Main Menu

અમરેલી શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાશે

શહેરનાં સેવાભાવી સંગઠન “શકિત ગૃપ”નો પ્રેરણાદાયી નિર્ણય
અમરેલી શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાશે
વર્ષમાં માત્ર ર-3 વખત જ પ્રતિમાની સફાઈ કરાયા બાદ તંત્રને સફાઈ યાદ આવતી નથી
અમરેલી, તા. પ
અમરેલી શહેરનાં સેવાભાવી શકિત ગૃપ ઘ્‍વારા શહેરમાં આવેલ મહાનુભાવોની તમામ પ્રતિમાની દર 1પ દિવસે સફાઈ કરવાનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો છે.
અમરેલી શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ માત્ર જન્‍મ જયંતિ કે પુણ્‍યતીથિએ જ થતી હોય છે. રાજકીય અને સામાજિક આગેવાનો તે દિવસે પુષ્‍પાજંલિ અર્પણ કરીને મહાનુભાવોને ભુલી જતાં હોય છે. અને બાદમાં પ્રતિમા પર ધુળ અને પક્ષીઓની ચરકથી ગંદકી ફેલાતી હોય છે અને પ્રતિમા કોની છે તેની પણ ખબર પડતી નથી તેટલી હદે ધુળ જામી જતી હોય છે.
હવે શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં શકિત ગૃપના અશોક વાળાની આગેવાનીમાં જય સોની,જનક બોરીચા, કુલદિપ પરમાર, વિજય ધંધુકીયા, મીત જોષી, પૃથ્‍વીરાજ વાંક, નરૂભાઈ પરમાર સહિતનાં યુવાનોએ પ્રરેણાદાયી નિર્ણય કર્યો છે.