Main Menu

પીપાવાવ પંથકનાં ખેડૂતો કહે છે ‘‘જાન આપીશુ પણ જમીન નહી આપીએ”

જીએચસીએલ અને ખાનગી માફીયાઓ વિરૂઘ્‍ધ ખેડૂતો અને શ્રમજીવીઓમાં નારાજગી
પીપાવાવ પંથકનાં ખેડૂતો કહે છે ‘‘જાન આપીશુ પણ જમીન નહી આપીએ”
બળબળતા તાપમાં મહિલાઓ, વૃઘ્‍ધો સહિત સૌ કોઈ ન્‍યાય માટે લડત ચલાવી રહૃાું છે
રાજુલા, તા. પ
રાજુલા તાલુકાનાંદરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસનાં ગામોનાં લોકો જીએચસીએલ કંપની અને ભૂમાફિયા સામે છેલ્‍લા 11 દિવસથી ન્‍યાય માટે ઝઝૂમી રહૃાા છે છતાં પણ સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી. લોકો 4ર સેલ્‍સિયસ તાપમાનમાં ઉપવાસ આંદોલન કરી રહૃાા છે અને સરકારી બાબુઓ અને સરકારના નેતાઓ એ.સી.માં આરામ ફરમાવી રહૃાા છે. 11માં દિવસે મહિલાઓ સરકાર અને તંત્રને જગાડવા ધૂન ગાઈ હતી છતાં પણ 11 દિવસ વીતી ગયા છતા કોઈ નિર્ણય આવ્‍યો નથી તેમજ 11માં દિવસે કવાડ દિવ્‍યેશ નામનાં એક 4 વર્ષનાં બાળકની તબિયત લથડી હતી તેની એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ આંદોલનમાં દરરોજ એક-બે લોકો અને બાળકોની તબિયત લથડે છે. આ ગામજનોની વેદના જોઈને કડિયાળી તાલુકા પંચાયતનાં ભાજપનાં સદસ્‍યનાં પુત્ર જીલુભાઈ બારૈયા અને ભાંકોદર માંધાતા ગૃપનાં પ્રમુખ મધુભાઈ સાંખટ સોમવારથી આમરણાંત ઉપવાસ પર બેસવાના છે. રાજયમાં ભાજપની સરકાર હોવા છતાં પણ માનવતાની દૃષ્‍ટિએ જીલુભાઈ સરકાર સામે અને મધુભાઈ સાંખટ કોળી સમાજની બહેનો અને બાળકો જોઈ ગામજનો માટે આમરણાંત ઉપવાસ કરશે તેમજ સરકારી અધિકારીઓ ર્ેારા કરવામાં આવેલી તપાસમાં અધિકારીઓએ પીપાવાવ ધામ લોકોને નિશાને લઈ રાજકીયમાથાઓને છાવરવાનો પ્રયત્‍ન કર્યો. પરંતુ ગામ લોકોની માગણી છે કે પોતાના ગામની જમીન પોતાના ગામને ફાળવવામાં આવે જેથી કરીને લોકોને રોજગારી માટે બહાર ના જવું પડે. કંપની તથા ભૂમાફિયાઓએ જે કબજો જમાવ્‍યો છે તે મુકત કરવામાં આવે તેવી માંગણીને ગામજનો વળગી રહૃાા છે.
આ આંદોલનમાં પહેલાંથી લોકોની સાથે છે એવાં કોળી સમાજનાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, ભગુભાઈ વાજા, તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાનાં લોકો મોટી સંખ્‍યામાં હાજરી આપી રહૃાા છ ેઅને ગ્રામજનોને વહેલી તકે ન્‍યાય મળે તેવું ઈચ્‍છી રહૃાા છે.
રાજુલા પીપાવાવનાં જમીન આંદોલનની પ્રતીક ઉપવાસ છાવણીમાં આજે 11 દિવસનાં રોજ પ્રતીક ઉપવાસમાં ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણીએ પીપાવાવનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયા, અશોકભાઈ ભાલીયા, જીલુભાઈ જેઓ આમરણ ઉપવાસ ચાલુ કર્યા છે તેઓની મુલાકાત કરી અને જીએચસીએલ કમ્‍પની જે 1600 એકરની જમીનો ઉપર કબ્‍જોકર્યો છે તે જમીનોની મુલાકાત કરીઅને જે જમીનોમાં પીપાવાવધામનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયાની મુલાકાત દરમિયાન એવું જાણવા મળ્‍યું છેકે આ તમામ જમીનો અમને ભાવનગરના રાજાએ અમને રોજીરોટી રળવા માટે આપીહતી અને વર્ષો પછી અહીંયા જીએચસીએલ કમ્‍પનીએ અમને નોકરીનાં બહાને અમારી જમીનો કરાર કરીને પડાવી લીધી. જે કરારો પુરા થયા તેને આજ સાત વર્ષ થઈ ગયા પણ અમને અમારી જમીનો પાછી મળતી નથી, વર્ષો પહેલા નોકરીમાંથી અમને ધકે ચડાવ્‍યા છે જે કામો અમે હાથથી કરતા હતા તે કામો હવે જેસીબી જેવા આધુનિક મશીનરીથી થઈ રહૃાા છે. તો ત્‍યાના ખેડૂતોની હાલત કથળી ગઈ છે અને હવે અહીંયાથી સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે, પણ હવે અમે જઈએ તો કયાં જઈએ તેવીહાલત વચ્‍ચે અમે અમારી જમીનો પાછી મેળવવા માટે રાજુલાની પ્રાંત ઓફિસે 11 દિવસથી ઉપવાસ આંદોલનમાં બેસીગયા છીએ કે અમને જેમ નોકરી માંથી તગેડી મુયા છે એમ અમે અમારી જમીનો ઉપરથી તમામ ભૂમાફીયાઓ અને જીએચસીએલને પણ તગેડીને જ રહીશું, એવી અમારી માંગણી છે, હવે નોકરી નહીં પણ અમને અમારી જમીનો જોઈએ છે, અને ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણીએ જાહેરાત કરી કે આ પીપાવાવ ઉપવાસ છાવણીને સંપૂર્ણ પણે ખેડૂત સમાજનો ટેકો જાહેર કરે છે અને આગામી સમયે સરકાર અને તેમના ભાગીદાર એવા ભૂમાફીયાઓની સામે ખેડૂત સમાજ ગુજરાત કાયદાકીય લડત લડવા તૈયાર રહેશે.