Main Menu

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નાં પ્રમુખને ગોલ્‍ડ મેડલ એનાયત

અમરેલીનાં ગૌરવનું પ્રતીક બની ગયેલી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની નામના સીમાડા પાર કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પહોંચી છે. તાજેતરમાં જ આ સંસ્‍થાને સ્‍વચ્‍છતા અભિયાન માટે રાષ્‍ટ્રીયએવોર્ડ મળ્‍યો હતો અને અમરેલીના નામને આખા દેશમાં પ્રતિષ્ઠા અપાવી હતી. સેવા, સમર્પણ અને સદભાવનાનાં માઘ્‍યમથી અમરેલીનાં લોકોનાં હૃદયમાં સ્‍થાન મેળવનારી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ની ફેલાયેલી સેવાની સુવાસનો શ્રેય સંસ્‍થાના પ્રતયેક સદસ્‍યને ફાળે જાય છે. વસંત મોવલિયાનું નેતૃત્‍વ અને સંસ્‍થાના સદસ્‍યોની મહેનતનું પરિણામ છે, ઈન્‍ટરનેશનલ બેસ્‍ટ પ્રેસિડન્‍ટ (ગોલ્‍ડ મેડલ)નો એવોર્ડ, દર વર્ષે બેસ્‍ટ પ્રેસિડન્‍ટ (ગોલ્‍ડ મેડલ)નો એવોર્ડ લાયન્‍સ ઈન્‍ટરનેશનલ તરફથી આપવામાં આવે છે અને આ વર્ષે આ એવોર્ડ મળ્‍યો છે આપણાં અમરેલીના પોતીકા વસંત મોવલિયાને. આ એવોર્ડ તેમણે લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ)ના દરેક સદસ્‍યોને અને અમરેલી પ્રાંતનાં નગરજનોને અર્પણ કરતાં કહૃાું હતું કે, આ સન્‍માન ભલે મારા નામે મળ્‍યું હોય પણ સંસ્‍થાની પ્રગતિનો આધારસ્‍તંભ સતત કાર્યશીલ મારા સદસ્‍યો છે. જેમણે મને સાથ આપ્‍યો અને અમારા દરેક પ્રોજેકટને સફળ બનાવવામાં પૂરા ખંતથી મહેનત કરી છે. આ એવોર્ડ ભાવનગર ખાતે યોજાયેલી લાયન્‍સની મલ્‍ટિપલ કન્‍વેનશન 3ર3રમાં અપાયો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજેન્‍દ્રસિંહ રાણા, લાયન્‍સ ઈન્‍ટરનેશનલ ડાયરેકટર અરૂણાબેન ઓસવાલ, લાયન્‍સ ઈન્‍ટરનેશનલ પૂર્વ ડાયરેકટર પ્રવિણભાઈ સાજણ, મલ્‍ટિપલ ચેરમેન કમલેશ શાહ,ડિસ્‍ટ્રિકટ ગવર્નર હિતેશ ગણાત્રા, ફર્સ્‍ટ ડિસ્‍ટ્રિકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી પણ હાજર રહૃાાં હતાં. આ પ્રસંગ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નાં ઉપપ્રમુખ રમેશ કાબરિયા, મંત્રી મુકેશ કોરાટ, ખજાનચી દિનેશ કાબરિયા અને લાયન સદસ્‍ય સંજય રામાણી, અશોક ભાદાણી, ઉદયભાઈ કોઠિવાળ, જયસુખ ઢોલરિયા, સુરેશ ભાલાળા, વિજય વસાણી, પરેશ ઉભડા, શંભુભાઈ પાચાણી અને ભાભલુભાઈ ખુમાણ હાજર રહૃાાં હતાં. તદુપરાંત લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પરેશભાઈ કાનપરિયા, નરેશ જોગાણી, અશ્‍વિનભાઈ ડોડિયા અને એમ. એમ. પટેલ પણ ઉપસ્‍થિત રહૃાાં હતાં.


(Next News) »