Main Menu

રાજુલા પાલિકાનાંપ્રમુખ તરીકે બાઘુબેન વાણીયાની વરણી કરાઈ

રાજુલા, તા.3
રાજુલા નગરપાલિકામાં આજે મળેલી સામાન્‍ય સભામાં બાઘુબેન વાણીયાની વરણી કરવામાં આવી. તાજેતરમાં જ રાજુલા નગરપાલિકાના પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત 18 કોંગ્રેસના અને 1 ભાજપના 19 સભ્‍યો સાથે પસાર કરવામાં આવેલ હતી. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ર8 સભ્‍યોમાંથી ર7 સભ્‍યો કોંગ્રેસના ચૂંટાઈ આવેલા. બાદમાં મીનાબેન વાઘેલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. જેની સામે કોંગ્રેસના જ 18+1 ભાજપના મળીને અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર કરેલ. બાદમાં આજે સામાન્‍ય સભા બોલાવવામાં આવેલ હતી. જેમાં કોંગ્રેસના 9 સભ્‍યો મીનાબેન વાઘેલા જુથના ગેરહાજર રહેલ હતા. આમ કોંગ્રેસના જ જૂથના બાઘુબેન વાણીયાની પ્રમુખ તરીકે વરણી થયેલ હતી. આ તકે કોંગ્રેસના આગેવાન બાબુભાઈ જાલંધરાએ જણાવેલ હતું કે આજે આહિર સમાજના બાઘુબેનની પ્રમુખ તરીકે વરણી થતા રાજુલાનો સર્વાંગી વિકાસ અમો કરીશું અને તેમાં સૌ લોકો સાથ સહકાર આપે તથા પાલિકાના સદસ્‍ય દિપકભાઈ ધાખડાએ જણાવેલ કે અમોએ બાઘુબેન વાણીયાની પ્રમુખ પદે વરણી સર્વ સંમતિથી કરેલ છે. આ અંગે અંબરીશભાઈ ડેર ધારાસભ્‍યનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે બન્‍ને જૂથને એક કરવાના પ્રયત્‍નોકરવામાં આવેલ પરંતુ તેવું થઈ શકે તેમ નથી. અને બીજા જૂથના 9 સભ્‍યો ગેરહાજર સંબંધે પણ તેઓએ જણાવેલ કે બન્‍ને જૂથો સાથે રહેવા સંમત નહીં થતા આવું બનેલ છે. અમોએ એક કરવાના પ્રયત્‍નો સફળ થયેલ નથી. આમ લાંબા કશમકશ અને અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર થયા બાદ આજે નવા પ્રમુખની વરણી થયેલ છે. આ સામાન્‍ય સભામાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ હતો.


« (Previous News)