Main Menu

પાટીદાર યુવા અગ્રણી હાર્દિક પટેલની સુરતમાં ઠેર-ઠેર બેઠકો

હાર્દિક પટેલ આંદોલનના ઓપી સેન્‍ટર સુરતમાં એક પછી એક મિટીંગો યોજી ઘડી રહયો છે રણનીતિ. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે રાજદ્રોહ કેસ અંતર્ગત સુરત કોર્ટમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ત્રણ દિવસ માટે સુરતમાં રોકાઈને ઠેર ઠેર મિટીંગો યોજી રહયો છે. સોમવારે મોટા વરાછા ખાતે ભાલવાવ નિવાસી એવા વિરાણી પરિવારની મુલાકાત બાદ વરાછાની અનેક સોસાયટીઓમાં જઈ જઈને પ00 જેટલા પરિવારોની સાથે હાર્દિક પટેલે મિટીંગો યોજી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ હાલમાં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય આંદોલનકારીઓ સાથે પણ તેમના ઘરે જઈ મુલાકાત કરી રહયો છે. આ ઉપરાંત હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે તેઓ ભાજપ વિરૂઘ્‍ધ રણનીતિ ઘડી રહયા છે અને તેના માટે તે ઠેર ઠેર મિટીંગો યોજશે. આ ઉપરાંત સરકારે રચેલા તપાસપંચને પણ તેણે લોલીપોપ સમાન ગણાવ્‍યું હતું. ર019ની ચૂંટણીમાં પાટીદારોને મનાવી વોટ મેળવવાનું ભાજપનું લોલીપોપહોવાનું કહયું હતું. આ ઉપરાંત કહયું હતું કે, હવે અનામત મેળવીને જ રહીશું. મને ખબર છે હવે સરકાર મને જેલમાં નાખશે પણ હું સમાજહિતનો મુદો છોડવાનો નથી. ઉલ્‍લેખનીય છે કે સુરતનો વરાછા વિસ્‍તાર પાટીદાર અનામત આંદોલનનો એપી સેન્‍ટર સમાન રહયો છે. જો કે ચૂંટણીમાં ભાજપની જીતના આશ્ચર્યજનક પરિણામો બાદ અહીંયા આંદોલન ધીમું પડી ગયું હતું. સુરતમાં આંદોલન શાંત પડે તે કોઈપણ કાળે હાર્દિક પટેલને પોષાય તેમ ના હોવાથી હવે તેણે વરાછા અને પાટીદારોના વિસ્‍તારોમાં બેઠકો કરી કરીને આંદોલનને ફરીથી ધમધમતું કરવાના પ્રયાસો આદર્યા છે.આ માટે આંદોલનમાં શાંત પડી ગયેલા જુના આંદોલનકારીઓની જોડે મુલાકાત કરીને ભાજપ સામે લડવાની રણનીતિ બનાવવાની શરૂ કરી છે. તેમજ સૌને સક્રિય કરવા માટે દોડધામ શરૂ કરી છે. પાટીદારોએ અનામત આપવાના મામલે સરકાર ઝુકવા માટે તૈયાર નથી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્‍યારે ભાજપ સાથે બદલો લેવા હાર્દિક પટેલે અનામત આંદોલનને તેજ કરીને પરિણામોમાં પાઠ ભણાવવાનું નકકી કરી લીધું હોય તેમ રણનીતિઓ ઘડી રહયો છે. વિધાનસભાની ચૂંટણીમાં રહી ગયેલી ચૂકને ભૂલી લોકસભાની ચૂંટણીમાં હવે કેવી રીતે ભાજપને હરાવી શકાય તે દિશામાં સક્રિયતાસાથે હાર્દિક પટેલઆગળ વધી રહયો છે.