Main Menu

અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું ?

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાનો ચોંકાવનારો આક્ષેપ
અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું ?
રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને ધગધગતો પત્ર પાઠવાતાં નવા-જુનીનાં એંધાણ
અમરેલી, તા. 30
અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને જિલ્‍લાનાં મહાકાય રેશનિંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, રાજય સરકારના અન્‍ન અને નાગરીક પુરવઠો ગરીબ અને મઘ્‍યમવર્ગના લોકોને મળે તેવા શુભ હેતુથી ઘઉં, ચોખા, ખાંડ, કેરોસી વિગેરે ખાઘ્‍યાનની ચીજ-વસ્‍તુ આપવામાં આવે છે. અને તે આંગળીના ફીગર મેચ કરી આપવામાં આવતું. પરંતુ સરકારનાં પુરવઠા વિભાગમાં બેઠેલા અમુક અધિકારીઓ અને રેશનિંગની દુકાનધારકોની મીલીભગતથી અમરેલી જીલ્‍લામાં અસંખ્‍ય બોગસ કાર્ડ તેમજ મૃતક અને સુખી સંપન્‍ન લોકોને સરકારની એનએફએસએયોજનામાં સામેલ કરી કરોડોનો માલ બારોબાર સગેવગે કરી આ બધાના મેળાપીપણાથી રાજય સરકારની આ યોજનાને સાકાર થવા દીધેલ નથી.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લાની 30થી વધુ દુકાનદારોમાં 300 જેટલા લોકોના રેશનિંગ ઉપડી ગયાના પુરાવા રજુ કરેલ જે બાબતે આપના તપાસનાં આદેશથી જેઓ સમગ્ર કૌભાંડમાં સામેલ પુરવઠા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ તપાસને રફેદફે કરી રાશન કૌભાંડને ઢાંકી દેવા માત્ર 10 રેશનિંગ દુકાનદારો સામે અમોએ મોકલેલ નામોની માત્ર તપાસ કરી પોલીસમો ફરિયાદ આપેલ અને પોલીસ વિભાગ કે જેઓ ગુજરાતના પોલીસની આબરૂને લાંછન લાગે તેવા બીટકોઈન કૌભાંડના આરોપી તેવા અમરેલી જીલ્‍લા પોલીસ વડા તેવા જગદીશ પટેલનાં આદેશથી તપાસ થયેલ. જેમાં પણ તપાસની ડીવાયએસપી મોણપરા અને વર્ષોથી ડીવાયએસપી કચેરીમાં ચીટકી રહેલ રાઈટર મળી આ લોકોને તમામ 10 ફરિયાદના આરોપીઓને આગોતરા જામીન મળી જાય તેવી ગોઠવણ કરી રેશનિંગ કૌભાંડની તપાસમાં પણ કૌભાંડ આચર્યુ જણાય છે. કારણ કે સુરતમાં આ બાબતની થયેલ ફરિયાદોમાં એકપણ આરોપીને જામીન મળેલ નથી. તો અમરેલી પોલીસે કરેલ તપાસ શંકા ઉપજાવનારી છે તેની પણ તપાસ થવી જરૂરી છે.
વધુમાં જણાવેલ છે કે, રાજયસરકારને કરોડોની સબસીડી આ કૌભાંડ ખુલતા બચત થઈ છે. અને આ બાબત ઉચ્‍ચ કક્ષાએ તપાવી થવી અત્‍યંત જરૂરી છે. અમરેલી જીલ્‍લામાં હજુ પણ હજારો બોગસ બીપીએલ, એએવાય અને એનએફએસએ ના ખોટા લાભાર્થી આ બધાના મેળાપીપણાથી સરકારનો રાશનનો જથ્‍થો કાળા બજારમાં જાય છે. જેમ કે દોઢેક મહિના પહેલા ખાંભા તાલુકામાંથી 470 કટા ઘઉંનો ટ્રક સામાજીક લોકોએ પકડેલ જેનું હાલ સુધી કોઈ અસરકારક તપાસ કરવામાં આવેલ નથી અને સરકારને પણ આંખમાં ધુળ જોકી સમગ્ર પ્રકરણ ભીનું સંકેલનવાના પ્રયાસમાં છે. અગાઉ અમરેલી તાલુકાના લાલાવદર, ચકકરગઢ,  દેવળીયા, ચીતલ, જસવંતગઢ-1 અને ર તેમજ વડેરા, રીકડીયા, ખાંભા તાલુકાનું વાંકીયા અને સાવરકુંડલા શહેરમાં વિગેરે અનેક દુકાનોના નામજોગ ઈમેઈલ કરેલ પણ આમાના એકપણ દુકાનદારો સામે કામગીરી કરેલ નથી. અને અમરેલી શહેરની રેશનિંગમાં પણ યોગ્‍ય તપાસ કરેલ નથી. આમાની ઘણી દુકાનો અગાઉ પણ ગેરરીતિમાં પકડાયેલી તેમાં માત્ર ત્રણ મહિના લાઈસન્‍સ સસ્‍પેન્‍ડ કરી સરકારમાં કાર્યવાહી બતાવી કૌભાંડીઓને છાવરવાની કામગીરી થયેલ છે. આ તમામ સત્‍ય હકીકત યોગ્‍ય સારા અને ઉચ્‍ચ કક્ષાના નિષ્ઠાવાન અધિકારીને આ પ્રકરણની તપાસ સોંપવામાં આવે તો રાજય સરકારને નુકશાન પહોંચાડનાર તમામની સત્‍ય હકીકતબહાર આવે તેમ છે. અને બોગસ બીપીએલ, એએવાય કાર્ડ ઈસ્‍યુ કરનાર આ પુરવઠા વિભાગમાંથી લાખોનો પગાર મેળવનાર સામેલની હકીકત બહાર આવશે.
વધુમાં જણાવેલ છે કે, તમામ મુદાને ઘ્‍યાને લઈ તપાસ કરી કરાવી તમામ સામે ફોજદારી કાર્યવાહી થવા અને સરકારને થયેલ નુકશાનની વસુલાત કરી તમામની બેનામી મીલકતો કબજે લઈ ભ્રષ્‍ટાચારીઓને દાખલ બેસાડવા તેમજ આ કામની તપાસનાં કામે જયાં જરૂર જણાશે અને બોલાવવામાં આવશે ત્‍યારે મદદરૂપ થઈશ અને નાગરીક તરીકેની ફરજ અદા કરીશું તેમ અંતમાં જણાવેલ છે.