Main Menu

અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો વચ્‍ચે
અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી
સુપ્રસિઘ્‍ધ નાગનાથ મંદિરમાં વ્‍હેલી સવારથી મોડી રાત્રી સુધી શિવભકતો દર્શનાર્થે ઉમટી પડયા
અમરેલી, તા. ર7
અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ નાગનાથ મહાદેવ મંદિરનાં દ્વિશતાબ્‍દી પાટોત્‍સવની આજે આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવીહતી.
નાગનાથ મંદિરમાં વ્‍હેલી સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તો બપોર બાદ શહેરમાં ભગવાન               ભોળાનાથની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં શહેરીજનો આસ્‍થાભેર જોડાયા હતા અને વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. ભગવાન શિવની શોભાયાત્રાનું ઠેર-ઠેર આસ્‍થાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
તદઉપરાંત સાંજનાં સમયે ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં મહાપ્રસાદનો હજારો શ્રઘ્‍ધાળુઓએ આસ્‍થાભેર લાભ લીધો હતચો.
મહોત્‍સવની પુર્વ સંઘ્‍યાએ સીનીયર સીટીઝન પાર્ક ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ નાગનાથ મંદિરને નવોઢાની જેમ શણગાર કરવામાં આવેલ છે.


(Next News) »