Main Menu

અમરેલીનાં કામનાથ જળાશયને ઉંડુ કરવું જરૂરી

અર્ધા શહેરની પાણીની સમસ્‍યા ચપટીમાં દૂર થઈ શકે તેમ છે
અમરેલીનાં કામનાથ જળાશયને ઉંડુ કરવું જરૂરી
પ થી 10 મીટર સુધી જળાશયને ઉંડું ઉતારવામાં આવે તો પાણી સંગ્રહ થઈ શકે તેમ છે
અમરેલી, તા.ર0
અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલ કામનાથ જળાશયને પ થી 10 મીટર ઉંડો ઉતારવામાં આવે તો અર્ધા શહેરની પાણીની સમસ્‍યા દૂર થઈ શકે તેમ છે અને જળાશયના કાંઠે વૃક્ષારોપણ, રોશની અને બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે તો ફરવાલાયક સ્‍થળની કમી પણ દૂર થાય તેમ છે.
અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી અને સાંસદ કાછડીયા પક્ષાપક્ષીથી દૂર રહીને શહેરીજનોના હિતમાં સક્રિયતા દાખવે અને જમીન વિકાસ નિગમ કે સિંચાઈ વિભાગને સૂચના આપે અને રાજય સરકારમાં જરૂરી રજૂઆત કરાવીને આગામી ર મહિનામાં જળાશયને ઉંડુ ઉતારવા માટે સક્રિયતા દાખવે તો ચોમાસામાં પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ થઈ શકે તેમ છે.
જળાશયમાંથી કાંપ કાઢીને ખેડૂતોને વિના મૂલ્‍યે આપી દેવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થઈ શકે તેમ છે. ત્‍યારે, રાજકીય આગેવાનો પોતાની ફરજ નિભાવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.