Main Menu

ગણતરીનાં મહિનાઓમાં નવું બનાવવામાં આવેલ મકાન બિસ્‍માર બની જતાં આશ્ચર્ય

જવાબદાર શાસકો જાનહાની થાય તેની રાહ જોવાનુંબંધ કરી કાર્યવાહી કરે
ડાંગાવદરમાં આંગણવાડીનાં ભુલકાઓ પર સતત જોખમ
ગણતરીનાં મહિનાઓમાં નવું બનાવવામાં આવેલ મકાન બિસ્‍માર બની જતાં આશ્ચર્ય
ધારી, તા. 14
ધારી તાલુકાનાં ડાંગાવદરમાં માત્ર બે વર્ષ પહેલા બનેલું આંગણવાડી કેન્‍દ્ર અતિ જર્જરીત અવસ્‍થામાં આવી ગયું છે. જેના કારણે કેન્‍દ્રમાં આવતાં ભુલકાઓ પર ભ્રષ્‍ટાચારરૂપી મોત જળુબી રહૃાું છે.
આ અંગે ગામનાં જાગૃત યુવાન ઘ્‍વારા જણાવાયું કે, ધારી તાલુકાનાં ડાંગાવદર ગામમાં માત્ર બે જ વર્ષ અગાઉ લાખો રૂપિયાનાં ખર્ચે આંગણવાડી કેન્‍દ્રનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું જેની હાલત હાલમાં અતિ જર્જરીત થવા પામી છે. જેના કારણે કેન્‍દ્રમાં આવતા બાળકો પર ભારે જોખમ તોળાય રહૃાું છે. જર્જરીત અવસ્‍થાનાં કારણે જો અકસ્‍માત થાય તો ભુલકાઓને ઈજા થાય અથવા ગંભીર પરીણામ આવી શકે તેવી હાલત છે. આ અંગે તંત્રને અવાર-નવાર રજુઆતો કરવા છતાં એવો જવાબ મળે છે કે તમો તમારી રીતે વ્‍યવસ્‍થા કરી લો.
આંગણવાડી કેન્‍દ્રમાં સ્‍લેબમાંથી પોપડા અવાર-નવાર પડતા હોવા છતાં ભ્રષ્‍ટાચારીઓને છાવરવામાં આવી રહૃાા છે. જો કોઈ જાનહાની થાય તો જવાબદાર  કોણ ? તેવો પ્રશ્‍ન ગામમાં ચર્ચાઈ રહૃાો છે.