ધારીમાં 600 કર્મચારીઓના પગાર નહીં ચુકવાય તો 17 મીથી ઉપસરપંચના અનશન
ધારી, તા. 13
ધારી તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ બજેટ મંજુર ન થયું હોવાથી નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. જેના કારણે તાલુકા પંચાયતના માઘ્યમથી પગાર મેળવતા કુલ 46પથી વધુ પ્રાથમિક શિક્ષકો તલાટી મંત્રીઓ અનેખુદ તાલુકા પંચાયતનો જ સ્ટાફ મળી 9ર જેટલા કર્મચારીઓ અને ગામ પંચાયતના કુલ પ0 કર્મચારીઓની છેલ્લા ત્રણ માસની પગાર ગ્રાન્ટ આવેલી પડી છે. ત્યારે અન્ય કામો ભલે પેઈન્ડિંગ રહે પણ કર્મચારીઓના પગાર પણ અટકાવી રાખવા જે સદંતર અન્યાય કહેવાય તેવી નિઃસ્વાર્થ લાગણી સાથે ધારીના ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગૌસાઈએ 17મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.
« કુંકાવાવ-વાઘણીયા રોડ ઉપર ભૂંડ રોડ ઉપર ઉતરતાં ફોરવ્હીલ ગોથા મારી ગઈ (Previous News)