Main Menu

ભાજપ સરકાર ચલાવવામાં નિષ્‍ફળ રહેતાં વિપક્ષી બનવા માટે આંદોલનનાં માર્ગે : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાંશાબ્‍દિક પ્રહારો
ભાજપ સરકાર ચલાવવામાં નિષ્‍ફળ રહેતાં વિપક્ષી બનવા માટે આંદોલનનાં માર્ગે : પરેશ ધાનાણી
ગાંધીનગર, તા. 1ર
દેશભરમાં આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત ભાજપનાં મુખ્‍યમંત્રીઓ, સાંસદો, મંત્રીઓએ ઉપવાસ આંદોલન કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ સોશ્‍યલ મીડિયા મારફત ભાજપ પર શાબ્‍દિક પ્રહારો કર્યા છે.
તેઓએ જણાવેલ છે કે, લોકશાહીમાં આશાઓ અધુરી રહે તો આંદોલન કરવામાં આવે છે. વિપક્ષનું કામ હોય છે આંદોલન કરવાનું અને સરકારનું કામ હોય છે સમસ્‍યાઓનું સમાધાન કરવું.
વધુમાં જણાવેલ છે કે, આજે દરેક મોર્ચે ભાજપ સરકાર નિષ્‍ફળ રહી છે અને તેનો સ્‍વીકાર કરવા માટે ભાજપે ઉપવાસ કરીને વિપક્ષમાં બેસવાની તૈયારી કરી લીધી છે. અને સમસ્‍યાઓનું સમાધાન કરવા માટે કોંગ્રેસની સરકાર દેશમાં બનવા જઈ રહી છે તેમ અંતમાં જણાવેલ છે.