Main Menu

ગોખરવાળા પુલ પાસે કન્‍ટેઈનર હડફેટે આવી ગયેલા આધેડનું મોત

ટ્રકનું પંચર રીપેર કરવા જતાં બન્‍યો બનાવ
અમરેલી, તા. ર3
ઉના ગામે રહેતાં શબીરભાઈ અલીભાઈ કુરેશી તથા કાદીરભાઈ રહેમાનભાઈ ગઈકાલે વહેલી સવારે અમરેલી તાલુકાનાં ગોખરવાળા ગામ પાસે પહોંચતા જ તેમનાં હવાલાવાળા ટ્રક નં. જી.જે.-3-વી-849ર માં અચાનક પંચર પડી જતાં આ બન્‍ને વ્‍હીલ ચેક કરવા નિચે ઉતર્યા હતા ત્‍યારે મરણ જનાર કાદીરભાઈ ટ્રક પાસે ઉભા હતા ત્‍યારે એક કન્‍ટેઈનર નંબર જી.જે.-1ર-બીવી-930નાં ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી કાદીરભાઈનું  મોત નિપજાવતાં આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.