Main Menu

સોમનાથમાં ખોડલધામ અતિથિ ભવનનું ભૂમિપુજન કરાયું

વેરાવળ-સોમનાથ ખાતે 10 વિધા જમીનમાં નિર્માણ થનાર લેઉવા પટેલ ભવનનાભૂમિપુજન પ્રસંગે ઉપસ્‍થિત મુખ્‍ય દાતા સુઝલોન ગૃ્રપના ચેરમેન તુલસીભાઈ તંતી અતિથિભવનને પોતાનું નામ આપવાના બદલે ખોડલધામ અતિથિ ભવન નામ આપવા કહયું હતું. જેને સૌ કોઈએ તાલીઓના નાદ સાથે વધાવી લીધુ હતું. આ ભૂમિપુજન પ્રસંગે મોટી સંખ્‍યામાં લેઉવા પટેલ સમાજના લોકો હાજર રહયા હતા. આ અતિઆધુનિક કક્ષાનું અતિથિ ભવન નિર્માણ કરનાર પરેશભાઈ ગજેરા અને તેમની ટીમને સૌ કોઈએ અભિનંદન પાઠવ્‍યા હતા. પરેશભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે, સોમનાથમાં અતિઆધુનિક અતિથિ ભવન નિર્માણ કાર્યમાં જરૂરી રકમ દાતાઓએ ભૂમિપુજન પ્રસંગે જ દાનની જાહેરાત કરતા એકત્રિત થઈ છે. જેના કારણે ર4 મહિનામાં સોમનાથમાં ભવન નિર્માણ કાર્ય પૂર્ણ થશે. સોમનાથમાં આવતા ભાવિકોને ર4 મહિનામાં સુવિદ્યાયુકત ભવનનો લાભ મળતો થઈ જશે. સોમનાથ – વેરાવળ અતિથિ ભવન નિર્માણ કાર્યમાં યુવા ટીમના સહયોગથી આ કાર્ય ઝડપભેર આગળ વધશે. વેરાવળ – સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ભૂમિપુજનની પુર્વ સંઘ્‍યાએ સોમનાથ દાદાને વાજતે ગાજતે ઘ્‍વજા ચડાવવામાં આવી હતી. મોરબીના પ્રખ્‍યાત કોહીનુર બેન્‍ડે આ પ્રસંગે સુરાવહી વહાવીને રમઝટ બોલાવી હતી. આ સુરાવહીના સથવારે સમાજની બહેનો સોમનાથ દાદાના પરિસરમાં ગરબે રમી હતી. 11 મી ફેબ્રુઆરીનેરવિવાર સવારે વેરાવળ સોમનાથ ખાતે લેઉવા પટેલ અતિથિ ભવનનું ભૂમિપુજન કેશુભાઈ પટેલની ઉપસ્‍થિતીમાં તુલસીભાઈ તંતી અને ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ભૂમિપુજન પ્રસંગે યોજાયેલ સ્‍ટેજ કાર્યક્રમમાં દાતાઓનું હારતોરા, શિલ્‍ડ અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મહિલા સમિતિની બહેનોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતા ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન અને વેરાવળ સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનના મુખ્‍ય દાતા સુઝલોન ગૃ્રપના તુલસીભાઈ તંતીએ બે કરોડનું માતબર દાન આપ્‍યું હોવાથી મેં તેમને આ ભવનનું નામ સુઝલોન ભવન રાખવા સૂચન કર્યુ હતું. પરંતુ તેમણે સુઝલોન ભવનના બદલે ખોડલધામ અતિથિ ભવન નામ રાખવા સુચવી પોતાની સમાજ પ્રત્‍યેની ભાવના પ્રગટ કરી છે. તુલસીભાઈ જેવા ભામાશા હોય તો કોઈ કામ કયારેય અટકે નહી. આજ પ્રકારે સમાજના ઉદ્યોગપતિઓ સમાજના કામ માટે આર્થિક સહયોગ આપી રહયા છે. જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. પરેશભાઈ ગજેરા અને તેમની યુવા ટીમ સોમનાથમાં આવતા ભાવિકો મટે અતિઆધુનિક ભવનનું નિર્માણ કરવા જઈ રહી છે. તે બદલ તેઓનેઅભિનંદન, વર્ષોથી મારૂ સ્‍વપ્‍ન હતું કે સોમનાથ દાદાના સાંનિઘ્‍યમાં અતિથિભવનનું નિર્માણ થાય. આ સ્‍વપ્‍નને સાકાર કરવા યુવા ટીમ આગળ આવી છે. તે બદલ તેને શુભેચ્‍છા પાઠવું છું. અતિથિભવનના મુખ્‍ય દાતા તુલસીભાઈ તંતીએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે કોઈ કાર્ય કરવું હોય તો એના માટે સમાજે સંગઠિત થવું પડેઅને આ સંગઠિત કરવાનું કામ ખોડલધામ ટ્રસ્‍ટે કર્યુ છે. સંગઠિત થયા બાદ સમાજની જરૂરીયાત મુજબ કામ કરવામાં આવી રહયા છે. તે ખરેખર આવકારદાયક છે. સમાજ ઉપયોગી તમામ કાર્યમાં અમારો કાયમી સહયોગ રહેશે. સમાજની જે જરૂરીયાત છે. તે તમામ જરૂરીયાતો એક પછી એક હાથ ઉપર લઈ આગળ વધો અમે સાથે છીએ. સોમનાથમાં અતિથિભવનનું કાર્ય કરવાનો જે વિચાર આવ્‍યો છે. તે ખરેખર સમાજના લોકોને ઉપયોગી થશે. પુર્વ મુખ્‍યમંત્રી અને લેઉવા પટેલ સમાજના અગ્રણી કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે અતિથિભવન માટે જે સ્‍થળ પસંદ કરવામાં આવ્‍યું છે તે ખુબ સુંદર છે. આ સ્‍થળની આસપાસ સોમનાથ દાદા, ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્‍ણ (ભાલકાતીર્થ), પ્રાંચીતીર્થ અને ત્રિવેણી સંગમ આવેલા છે. આગામી સમયમાં સોમનાથ ટ્રસ્‍ટ જરૂર પડશે તો અહીંથી બસ સેવા પણ શરૂ કરશે. ખોડલધામ ટ્રસ્‍ટની સ્‍થાપના બાદ લેઉવા પટેલ સમાજ સંગઠિત થયો છે. ખોડલધામેગુજરાતને જગાડી દીધું છે. કોઈ કર્યા કરવા માટે તન – મન – ધન થી સહયોગ મળે તે જરૂરી હોય છે. સમાજના તમામ પરિવારો નાના-નાના સહયોગ આપતા રહે તો જ સમજના મોટા કામો થઈ શકે. વેરાવળ સોમનાથ ખાતે જે અતિથિભવન નિર્માણ થવાનું છે. તેની ડિઝાઈન મેં જોઈ અને એ જોય પછી મને ખ્‍યાલ આવ્‍યો કે મરા જીવન દરમિયાન કયારેય પણ ન જોયું હોય તેવું અતિથિભવન અહીં નિર્માણ થશે. આ અતિથિભવનના નિર્માણ કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. અતિથિભવનના ભૂમિપુજન પ્રસંગે સંતો-મહંતો ઉપસ્‍થિત રહી આર્શિવચન પાઠવ્‍યા હતા. આ તકે ભકિતપ્રસાદ સ્‍વામી અને માધવચરણ સ્‍વામીનું નરેશભાઈ અને પરેશભાઈએ સ્‍વાગત કર્યુ હતું. સ્‍ટેજ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભોજનપ્રસાદ લીધા બાદ ભાતીગળ લોકડાયરામાં અલ્‍પાબેન પટેલ, બ્રિજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઈ ધામેલીયાએ રમઝટ બોલાવી હતી. સોમનાથ ટ્રસ્‍ટના ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા સોમનાથ દાદાની વિશાળ ફોટોફ્રેમ અર્પણ કરી નરેશભાઈ પટેલ અને પરેશભાઈ ગજેરાનું સન્‍માન કર્યુ હતું.


« (Previous News)