Main Menu

કોંગ્રેસને ઉમેદવાર ન મળ્‍યા અને ભાજપ ચૂંટણીમાંથી ખસી ગયો

ઉંટવડ બેઠકની પેટા ચૂંટણીનું ભાજપે ઉમેદવારીપત્રક પરત ખેંચ્‍યું
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈને પણ ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જબ્‍બરી ટકકર
અમરેલી, તા. 10
બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ બેઠકની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારે ઉમેદવારીપત્રક પર ખેંચી લેતા કોંગીજનો ગેલમાં આવી ગયા છે અને આ બેઠકની ચૂંટણી હવે મોકુફ કરવામાં આવશે.
ઉંટવડ બેઠક અનામત હોવાથી કોંગ્રેસ પક્ષને કોઈ ઉમેદવાર ન મળતાં ભાજપ તરફથી ઉમેદવારીપત્રક રજુ કરાયું હતું. આથી ભાજપનાં સ્‍થાનિકથી લઈને પ્રદેશ પ્રવકતા સુધીનાં આગેવાનો ગેલમાં આવી ગયા હતા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીને તેના ગઢમાં જ ઉમેદવાર મળતા નથી તેવી ગુલબાંગો ફેંકી હતી. દરમિયાનમાં આજે ભાજપનાં ઉમેદવારે જ ઉમેદવારીપત્રક પરત ખેંચી લેતા ભાજપને પણ મોં સંતાડવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઈ છે. જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર અને કોંગી અગ્રણી કોઠીવાલે વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની આબરૂ બચાવી લીધી છે.
આ અંગે કોંગી પ્રમુખ પંકજ કાનાબારે જણાવેલ છે કે, બાબરાનાં સ્‍થાનિક અધિકારીઓએ બળજબ્‍બરીથી એક ઉમેદવાર ભાજપ તરફથી રાખ્‍યા હતા અને અધિકારીઓ તટસ્‍થ બનીને ફરજ નહી બજાવે તો તેમનાં સીઆરબગાડવાની પણ ચીમકી કોંગી પ્રમુખે અંતમાં આપેલ છે.