Main Menu

મહિલાઓના સર્વાગી વિકાસની દિશામાં બી.એ.પી.એસ. દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા કોન્‍ફરન્‍સ

મહિલા સશકિતકરણ અને યુવાપેઢીના સર્વાગી વિકાસની દિશામાં સમગ્ર વિશ્‍વના ચિંતકો વિચારી રહયા છે. કુંટુંબ, રાજય કે રાષ્‍ટ્રની આધારશીલા સ્‍ત્રી છે. ભગવાન સ્‍વામિનારાયણે સ્‍ત્રી શિક્ષણની દિશામાં એ જમાનામાં પહેલ કરી હતી. ગુજરાતમાં સૌથી પ્રથમ શિક્ષિકાઓ સ્‍વામિનારાયણ સંપ્રદાયના હતા. તે જમાનાની કુરીતિઓ જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો તથા સતી પ્રથાનાકુરિવાજને દુર કરવામાં ભગવાન સ્‍વામિનારાયણનો ફાળો અનન્‍ય હતો. સ્‍ત્રીઓની અલગ સભા કરીને તેમણે બેનોની આંતરશકિતને જાગૃત કરી. ભગવાન સ્‍વામિનારાયણથી માંડીને આજ સુધી બેનોની પ્રગતિ અવિરત ચાલુ જ છે. ગુરૂહરિ પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી દેશ વિદેશમાં આ મહિલા પ્રવૃતિ સુપેરે પ્રસરી રહી છે. હાલ 3ર63 જેટલા બાલિકા શિશુ મંડળો, યુવા પ્રવૃતિના 8રર મંડળો, તથા મહિલા પાંખના 3પપ4 મંડળો કાર્યરત છે. આ પ્રવૃતિમાં વિશ્‍વમાં ચાલતા પ્રત્‍યેક મંડળને એક સમાન કાર્યક્રમ ચાલે છે. આ તમામ પ્રવૃતિ દ્વારા શૈક્ષણિક, સામાજિક, અઘ્‍યાત્‍મિક, નૈતિક, સાંસ્‍કૃતિક વિકાસનો વિચાર કરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિનો આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે વિચાર કરવા તા.ર3/1 થી ર4/1 ના રોજ ગોંડલ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા કોન્‍ફરન્‍સનું આયોજન થયું જેમાં, ભારત ઉપરાંત ઈગ્‍લેન્‍ડ, અમેરિકા, આફ્રિકા, વગેરે દેશોના કુલ 3પ જેટલા સમર્પિત કાર્યકરોએ ભાગ લીધો. આ કોન્‍ફરન્‍સનો પ્રારંભ તા.ર3/1ના રોજ સવારે 8:30 કલાકે થયો હતો. પ્રથમ સેંશનમાં વ્‍યકિતગત વિકાસ દ્વારા સમાજ નિમાર્ણમાં કાર્યરત રહેવું ભારતીય હિંદુ સંસ્‍કૃતિની જાળવણી, હિંદુ ધર્મની અસ્‍મિતા, પારિવારિક એકતા, નિયમ ધર્મ યુકત શુઘ્‍ધ જીવન જીવવું, શાસ્‍ત્ર મંદિર અને સંતમાં શ્રદ્ધા રાખવી વગેરે મુદ્‌ાઓમહિલાઓની પક્ષે વિચારાયા હતા. જયારે યુવતિ વિભાગ માટે યુવતિઓની શૈક્ષણિક, સામાજિક, વ્‍યાવહારિક અને આઘ્‍યાત્‍મિક વિકાસની સાથે સાથે સમયની માંગ અને ઉપયોગીતા મુજબ નવા કૌશલ્‍યો વિકસાવવા, વર્તમાન સમયના પડકારો ઝીલવા અને યુવતીઓને તૈયાર કરવી આડી મુદાઓ પર ગોષ્ઠી થઈ. બાલિકામાં સત્‍સંગ, સંસ્‍કૃતિ, સંસ્‍કાર શિક્ષણ, સ્‍વવિકાસ તથા સ્‍વાસ્‍થ્‍યલક્ષી મુલ્‍યોના સિંચનનો ઝીણવટભર્યો વિચાર કરવામાં આવ્‍યો. દ્ધિતીય સત્રમાં સાંપ્રત સમયમાં બાલિકાઓ અને કિશોરીઓ તથા યુવતીઓ સંબંધી વિવિધ પડકારો અને પ્રયત્‍નોના વિચાર કરાયો. તૃતીય સેંશનમાં સ્‍ત્રી – પુરૂષ મર્યાદા સંબંધી ચર્ચા થઈ હતી. આ કોન્‍ફરન્‍સમાં ભારતના પ્રતિનિધિઓ મુંબઈ, દિલ્‍હી, અમદાવાદ, ગાંધીનગર, વગેરે        સ્‍થળેથી આવેલા સૌરાષ્‍ટ્રના પ્રતિનિધિઓ તરીકે રમાબેન માથુકિયા (ગોંડલ) તથા ઈલાબેન પટેલે હાજરી આપી. અક્ષર દેરી સાર્ધ શતાબ્‍દી મહોત્‍સવ અંગેની ચર્ચા કરતા રમાબેને જણાવ્‍યું કે મહિલા શકિતનો પરિચય અમને આ સાથે શતાબ્‍દી મહોત્‍સવમાં થયો. ગોંડલની આજુબાજુના 70 કી.મી.ની ત્રિજયામાં 1પ0 ગામોનો સંપર્ક ગોંડલના બહેનોએ કર્યો. જયારે સૌરાષ્‍ટ્રના 11 જિલ્‍લાના 80 તાલુકાના 9001પ7 ઘરે સંપર્ક કરવા 1ર100 બહેનો ગયા મંદિરના 1પ લાખ બેલા બહેનોએ ફેરવ્‍યા અને સતત બે વર્ષથીબહેનો સેવારત છે. મહિલાદિનમાં માત્ર સૌરાષ્‍ટ્રના જ પાંત્રીસ હજાર બહેનો હાજર રહયા આ દરેક બાબત કલ્‍પનાતીત છે. આ મહિલા કોન્‍ફરન્‍સમાં સત્‍સંગ વિકાસની સાથે સાથે મહિલાઓ તથા યુવાપેઢી અને બાલિકાઓના સર્વાગી વિકાસની ખેવના રખાઈ, આ કોન્‍ફરન્‍સમાં પ્રગટ ગુરૂહરી મહંતસ્‍વામી મહારાજની કૃપાથી સૌ કોઈએ વિશેષ પ્રેરણા મેળવી.


« (Previous News)