Main Menu

લાઠીનાં પેટ્રોલ પંપ ઉપર 3 શખ્‍સોએ રૂા. 4પ00ની કિંમતના ઓઈલની લૂંટ ચલાવી

ડીઝલનું ખોટુ બીલ બનાવી આપવાની ના પાડતાં
લાઠીનાં પેટ્રોલ પંપ ઉપર 3 શખ્‍સોએ રૂા. 4પ00ની કિંમતના ઓઈલની લૂંટ ચલાવી
પેટ્રોલ પંપના કર્મચારીને લાફા મારી ધમકી આપી
અમરેલી, તા. ર0
અમરેલીનાં ચિતલ ગામે રહેતાં અને લાઠી ગામે અમરેલી રોડ ઉપર ઓમશીવ પેટ્રોલ પંપનાં સંચાલક મહેશભાઈ મોહનભાઈ દવે નામનાં વૃઘ્‍ધનાં પેટ્રોલ પંપ ઉપર ગત તા.18 નાં સાંજના સમયે લાઠીના તાજપર ગામે રહેતાં વિક્રમ રાજપુત તથા અન્‍ય બે અજાણ્‍યા ઈસમોએઆવી પોતાના હવાલાવાળા ડમ્‍પરમાં રૂા.4 હજારનું ડીઝલ પુરાવી અને રૂા.પ હજારનું ખોટુ બીલ આપવાનું કહેતા પેટ્રોલ પંપ ઉપર રહેલા સાહેદ પિયુષભાઈએ ખોટુ બીલ બનાવી આપવાની ના પાડતાં આ ત્રણેય ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ પેટ્રોલ પંપના કર્મીને લાફાવાળી કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી પેટ્રોલ પંપ ઉપર રાખેલ રૂા.4પ00ની કિંમતનાં ઓઈલની લૂંટ ચલાવી નાશી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવીછે.