Main Menu

અમરેલીનાં આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ

વહીવટીતંત્ર દ્વારા આંત્તરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ ઉજવાયો
અમરેલીનાં આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ
આંત્તરરાષ્‍ટ્રીય અને આંત્તર રાજયનાં પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી
અમરેલી, તા.1ર
અમરેલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાયો હતો. સાસંદ નારણભાઇ કાછડીયા, કલેકટર સંજય અમરાણી તેમજ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો.
સાસંદ નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, ઉત્તરાયણ એ બાળકોથી માંડી વૃઘ્‍ધા સુધીના તમામ માટેનું પર્વ છે. પતંગ ઉડાડવાની કળા-સંસ્‍કૃત્તિનું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ. પતંગ પાસેથી એ શીખ મળે છે કે કુશળતા અને સાહસથી આકાશમાં ઉડવા મળે તેટલું વિશાળ ફલક મળે છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને અમરેલી જિલ્લા  વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી કલેકટર સંજય અમરાણીએ શાબ્‍દિક સ્‍વાાગત કર્યુ હતુ.
કલેકટર અમરાણીએ જણાવ્‍યું કે, પતંગ મહોત્‍સવના માઘ્‍યમથી કૌશલ્‍યનો યોગ્‍ય ઉપયોગ થાય અને રોજગારીનું સર્જન થાય તેવો રાજય સરકારનો ઉદ્‌ેશ્‍ય છે. ઉત્તરાયણ એ આનંદનું પર્વ છે. પતંગ મહોત્‍સવની ઉજવણીથી ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક-નકશા પર સ્‍થાન મળ્‍યું છે. તેમણેગુજરાત, અમરેલી, ગીર, એશિયાટિક સિંહ, દરિયાઇ વિસ્‍તાર સહિતની ખાસિયતોને આવરી લઇ પતંગબાજોને વિસ્‍તારનો પરિચય આપ્‍યો હતો.
પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કરી રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ઉજવાતા પતંગ મહોત્‍સવની સફળતા ઇચ્‍છી હતી.
વિદેશથી અને અન્‍ય રાજયોમાંથી આવેલા પતંગબાજોને કુમકુમ તિલક, પુષ્‍પગુચ્‍છથી પારંપારિક રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પતંગબાજોને મોમેન્‍ટો આપવામાં આવ્‍યા હતા.
અમરેલી સ્‍થિત કમાણી ફોરવર્ડ હાઇસ્‍કુલ મેદાન ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં કમ્‍બોડિયા, કોરિયા, ઇસ્‍ટોનિયા, લેબેનોન, મલેશિયા, નેધરલેન્‍ડ, તુર્કી, સિંગાપોર, સ્‍વીટર્ઝલેન્‍ડ, ઇઝરાયેલ, બ્રાઝિલ સહિત દેશના તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ તેમજ પશ્ચિમ બંગાળ સહિતના રાજયોના અંદાજે પ0 જેટલા પતંગબાજો અવનવા અને રંગબેરંગી પતંગો અમરેલીના આકાશમાં ઉડાડી મનોરંજન કર્યુ હતુ.
કેતન મહેતા તેમજ તેમના ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીનિઓએ દાંડિયા રાસ અને ગરબા સહિતના પારંપારિક સાંસ્‍કૃત્તિક રજૂ કરતા લોકનૃત્‍ય કર્યા હતા.
આ પ્રસંગે પતંગબાજોને પ્રોત્‍સાાહિત કરવા તેમજ આ કાર્યક્રમને નિહાળવા નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, અધિક જિલ્લામેજીસ્‍ટ્રેટ ભટ્ટ, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માંકડ, નાયબ જિલ્લા પોલીસ અધિકારી દેસાઇ, અમરેલી-વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારી સતાણી, પ્રવાસન નિગમના અતુલ ભટ્ટ, જિલ્લા રમતગમત અધિકારી વસાવા, મામલતદાર એમ.સી. જાદવ, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર વસાવા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, કૌશિકભાઇ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર સહિત પદાધિકારી-અધિકારી-કર્મચારીઓ, અમરેલીના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ.