Main Menu

ગાંડા બાવળનાં દૂષણને લઈને વ્‍યાપક પરેશાની

જંગલની વ્‍યાખ્‍યામાંથી ગાંડા બાવળને દૂર કરવો જરૂરી
ગાંડા બાવળનાં દૂષણને લઈને વ્‍યાપક પરેશાની
આજથી 140 વર્ષ પહેલાં અંગ્રેજો ઓસ્‍ટ્રેલીયાથી ગાંડા બાવળને લઈ આવ્‍યાનું અનુમાન
લીલીયા, તા. 1ર
ગાંડો બાવળ ગુજરાત અને ભારતની લાઈલેન્‍ડ સમસ્‍યા છે. ભાગ્‍યેજ કોઈ સરકારે એ સમસ્‍યા ઉપર ઘ્‍યાન આપ્‍યું છે. એટલે આજે ગાંડો બાવળ ખરેખર ગાંડો સાબિત થઈ રહૃાો છે. તેને કારણે ભારતની મુળ વનસ્‍પતી સમૃઘ્‍ધિ નાશ પામી રહી છે. જમીન પર ઉગતું ઘાસ બંધ થઈ રહૃાું છે. ખાસ તો ગાંડો બાવળની શીંગો ખાઈને ગુજરાતમાં છેલ્‍લા દાયકામાં લાખથી વધુ ગાય મૃત્‍યુ પામી છે તેવું જણક્રાંતિ ટ્રસ્‍ટના મનસુખભાઈ સુવાગિયાએ માહીતી આપી હતી.
અંગ્રેજીમાંબ્રોસોપિસ ઝુલીફલોરા તરીકે ઓળખાતી આ વનસ્‍પતી તેની સતત ઉગી નિકળવાની પ્રકૃતિને કારણે ગાંડો બાવળ તરીકે ઓળખાતી થઈ છે. બાવળ આમતો ઉપયોગી અને પ્રકૃતિ રક્ષક વનસ્‍પતી છે. પરંતુ એ દેશી બાવળ આ ગાંડો બાવળનો ખેતી, પર્યાવરણ અને પશુને ભારે નુકશાન કરી રહૃાો છે. 1877માં આ વનસ્‍પતીને બ્રિટિશરો સંભવત ઓસ્‍ટ્રેલિયાથી ભારતમાં લઈ આવ્‍યા હતા. એ વખતે ભારતમાં ચુલાનું જ ચલણ હતું. બળતણની જરૂરિયાત પુરી થાય એટલા માટે વૃક્ષ અહીં લવાયું હતું એ મુળ તો મેકિસકો દક્ષિણ અમેરીકા ખંડ અને કેરેબિયન ટાપુનો વતની છે. પરંતુ હવે દુનિયાભરમાં ફેલાઈ      ચૂકયો છે.
કચ્‍છનાં રણને આગળ વધતુ અટકાવવા માટે 19પ0ના દાયકામાં તેનો પ્રવેશ ગુજરાતમાં થયો હતો. એ વખતે સત્તાધિશોએ સામે ચાલીને ગાંડો બાવળ ઉગાડયો હતો. પરંતુ પછી ખબર પડી કે આ વૃક્ષ ભારે નુકશાનકારક છે. ગાંડો બાવળ પાણી વગર ઉગીનિકળે છે. એ ઉગે ત્‍યાં બીજા અસલ વૃક્ષો ઉગી શકતા નથી. ખુબ ઝડપથી બાવળ ફેલાઈ જાય છે. તેની ઝાડી અત્‍યંત મજબુત રીતે ગુંચાઈ જતી હોવાથી ગાંડા બાવળના ઝુંડ વચ્‍ચે જવું અત્‍યંત મુશ્‍કેલ છે. એક બાવળમાં હજારો શીંગ અને હજારો શીંગમાં લાખો બિયાં હોય છે. હવે બિયા સતત વૃક્ષને ફેલાતું રાખે છે. કેમ કે જયા પડે ત્‍યાં ઉગી નિકળે છે.ગાંડાબાવળની શીંગ ગાય પચાવી શકતી નથી એટલું જ નહી સતત શીંગ ખાધા કર્યા પછી મૃત્‍યુ પામે છે. એટલે ઘણા માલધારીઓએ તો ગાયને બદલે ભેંસ રાખવાની શરૂઆત કરી દીધી છે. કેમ કે ભેંસને હજુ સુધી આ બાવળની અસર થતી નથી. બકરા પણ તેના બિંયા ખાઈ શકતા નથી. બીજી તરફ ઘાસ કે વનસ્‍પતી ઉગવાને બદલે ગુજરાત ગૌચર જમીનમાં ગાંડો બાવળ ઉગી નિકળ્‍યો છે. માટે પશુ માટે ખોરાકની તંગી સર્જાય ચૂકી છે.
સરકારે વહેલી તકે ગાંડો બાવળને જંગલની વ્‍યાખ્‍યામાંથી દૂર કરી નાશ કરવાની છૂટ આપવી જોઈએ. કેમ કે જેમ મોટું થતું જાય તેમ તેમ સતત નવો બાવળ ઉગતો જાય છે. એક સમયે જયા હર્યાભર્યા જળાશયો અને જંગલો હતા. ત્‍યા આજે ગાંડો બાવળ ઉગી નિકળ્‍યો છે. આ વૃક્ષને જંગલ વડાની જરૂર નથી. અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં ખાલી પડેલી જમીનોમાં ગાંડો બાવળ બહુ સરળતાથી જોઈ શકાય છે. આખા જગતમાં ગાંડા બાવળને સૌથી ધિક્કાર પાત્ર વૃક્ષની નવી ઓળખ મળી ચૂકી છે.
રાજય વૃક્ષ લીમડો, પણ સામ્રાજય ગાંડા બાવળનું : ગુજરાતમાં લીમડાને રાજય વૃક્ષ (સ્‍ટેટ ટ્રી) ગણવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે લીમડો, રાષ્‍ટ્રીય વૃક્ષ વડલો જેવા વૃક્ષોની જ સંખ્‍યા વધુ હોવી જોઈએ. તેના બદલે ગુજરાતમાં સૌથી વધુ ઉગેલું વૃક્ષ ગાંડો બાવળ છે. સનેર004માં ગણતરી થઈ ત્‍યારે રાજયમાં લીમડાના અંદાજે 3.1પ કરોડ વૃક્ષ હતા, તેની સામે ગાંડા બાવળની સંખ્‍યા વધી ગઈ હતી. એટલે આજની તારીખે ગુજરાતમાં સૌથી વધુ હાજરી ધરાવતું વૃક્ષ હોય તો એ ગાંડો બાવળ છે. આજે જંગલ ન હોય એવા વિસ્‍તારમાં પણ ગાંડો બાવળ મોટી સંખ્‍યામાં ઉગી નિકળ્‍યો છે.
લાઠીના દુધાળા ખાતે શ્રી હરિકૃષ્‍ણ સરોવર પ્રણેતા સવજીભાઈ ધોળકીયાએ અંદાજીત 300 વિઘા ઉપરાંત જમીન માંથી ગાંડો બાવળ દૂર કરી દેશીકુળના વૃક્ષો જેમા 60 હજાર લીમડા, 1 હજાર વડલા, નાળીયેરી, બોટમ, બોગનવેલ, ઉમરા, નિલગીરી સહીતના એક લાખ જેટલા વૃક્ષોનું સરોવર ખાતે વાવેતર કરેલ છે. શ્રી હરિકૃષ્‍ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ ર્ેારા આજ સુધીમાં ર0 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરી સમાજને નવો રાહ બતાવ્‍યો છે.