Main Menu

સાવરકુંડલામાં નુરાની ગ્રૃપ દ્વારા સૌપ્રથમ સમુહશાદી યોજાઈ

નાની વયના યુવાનો સમાજસેવા કરતા વ્‍યસનો, મોબાઈલ કે પછી ઈતરપ્રવૃતિ પાછળ ઘેલા હોવાનું સાંભળ્‍યું હતું  પણ નવયુવાનોને પ્રેરણા આપે તેવું સદકાર્ય સાવરકુંડલાનાનુરાની ગૃ્રપના 11 – સમુહ લગ્નોત્‍સવ કરીને રર – જીંદગીઓને એક કરવાનું ભગીરથ કાર્ય નવયુવાનોએ કરીને નવતર ચિલ્‍લો ચિતર્યો છે. સાવરકુંડલાના નુરાની ગૃ્રપે સાવરકુંડલાના ઓપનએર થિયેટર ખાતે આજે પ્રથમ વખત સમુહ લગ્નોત્‍સવનું સુંદર આયોજન ર0 થી રર વર્ષના નવયુવાનોએ સૂફીસંત અલ્‍હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની અઘ્‍યક્ષતામાં યોજેલ હતું. જેમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, હિતેષ સરૈયા, પાલિકા ઉપપ્રમુખ નાસીર ચૌહાણ સહિતના અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિમાં વિશાલ મેદની સમક્ષ યોજાયેલ હતા. મુસ્‍લિમ સમાજના તમામ આગેવાનો સાથે સામાજીક કાર્યકર્તાઓને પ્રોત્‍સાહન મળે તેવી રીતેના સુંદર આયોજનનું સંચાલન જુમ્‍મા મસ્‍જીદના પેશઈમામ હાફિઝ સાદીક સાહેબે કર્યુ હતું. ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે સૂફીસંતની પ્રસંશા કરીને કોમી એકતાના હિમાયતી સાથે દરેક સમાજને સાથે લઈને શિક્ષણનું અદ્‌ભૂત કાર્ય કરવા બદલ ધારાસભ્‍ય દુધાતએ સરાહના કરી હતી. તો અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુસ્‍લિમ સમાજના દિલ જીતી લઈ તેવું વકતવ્‍ય આપીને ચાલુ ભાષણે સૂફીસંત  અલ્‍હાઝ સરકાર દાદાબાપુ સ્‍ટેઝ પરથી ઉભા થઈને ફુલહાર શાલ ઓઢાડીને સાંસદને સન્‍માનિત કર્યાહતા. છેલ્‍લા 3પ વર્ષથી તબાકુના વ્‍યસની સાંસદ કાછડીયાએ આજે મુસ્‍લિમ સમાજના સમૂહ લગ્નોત્‍સવના જાહેર મંચ પરથી જણાવ્‍યું હતું કે હું છેલ્‍લા 3પ વર્ષથી તંબાકુનો બંધાણી હતો પણ સૂફીસંત દાદાબાપુએ જયારથી વ્‍યસન મુકિત અભિયાનનો આરંભ કર્યો ત્‍યારથી મે તંબાકુનું સેવન નથી કર્યૂ અને સૂફીસંતના આશીર્વાદ અને પ્રેરણાને કારણે હું આજે વ્‍યસન મુકિત બન્‍યો છું. ત્‍યારે સૂફીસંત પણ સાંસદના ચાકુ ભાષણે સન્‍માનિત કરીને ગદગદીત બની ગયા હતા. અત્‍યારના યુગમાં શિક્ષણનું ખુબજ મહત્‍વ છે. અને મુસ્‍લિમ સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે તે માટે સૂફીસંતે પ્રાથમિકથી લઈને કોલેજ સાથે અન્‍ય ફેકલ્‍ટી બનાવેલ તે સમાજ માટે ગૌરવની વાત સાંસદે જણાવી હતી સરકાર વલ્‍લભભાઈ પટેલ ફકત પાટીદાર સમાજના નહી પણ સમગ્ર રાષ્‍ટ્રના હતા તે સૂફીસંત દાદાબાપુ મુસ્‍લિમ સમાજના નહિ પણ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ સમાનની વ્‍યસન મુકિતની પ્રવૃતિઓ કરે છે. સાથે સમાજના લોકોને પણ અપીલ કરી હતી કે અડધો રોટલો ખાજો પણ દીકરા – દીકરીને શિક્ષણથી વંચીત ન રાખવાની અપીલ કરી હતી. સાંસદ કાછડીયાની કામગીરી અંગે સરકાર દાદાબાપુએ પ્રસંશા કરીને જણાવ્‍યું હતું કે શૈક્ષણિક સંકુલ માટે સાંસદ નારણભાઈ કાછડીયાની મહત્‍વની ભૂમિકા રહી છે. સાથે સમાજના નવયુવાનોએ પ્રથમકરેલ સમૂહ લગ્નોત્‍સવના નવયુવાનો મુસ્‍તાક આલીયાણી, શબ્‍બીર પઠાણ (તકદીર પાન), મુહમંદઅલી મેમણ, અક્રમ ચૌહાણ, આદિલ ચૌહાણ, ટકાભાઈ ચૌહાણ, અનવર ચાંદ, મુસ્‍તાક ચૌહાણ, ગુલમુહમંદ ચૌહાણ, ઈકબાલ શેખ, એજાજ શેખ, અક્રમ પરમાર, શાહરૂખ પઠાણ, બસીર જાદવ, આસિફ આલીયાણી, સીરાજ શેખ સહિતના નુરાની ગૃ્રપના મેમ્‍બરોને બિરદાવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સુન્‍ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી સહિતના વિવિધ જમાતના પ્રમુખો આગેવાનોના સન્‍માન કરીને નુરાની ગૃ્રપે પ્રથમ સમૂહ લગ્નોત્‍સવ કરીને રંગ રાખ્‍યો હતો.