Main Menu

લોકશાહીનાં મહાપર્વમાં વૃદ્ધો પણ જોડાયા

વડીયામાં 97 વર્ષિય મહિલા મતદાતાની બુથ પર તબિયત લથડી
108ની મદદથી સારવારમાં ખસેડાયા
અમરેલી, તા. 9
લોકશાહીનાં સૌથી મોટા પર્વમાં મતદાન કરવા માટે થઈ મતદારો સ્‍વયંભુ મતદાન કરવા માટે આગળ આવ્‍યા હતા. આજના દિવસે અનેક લોકોનાં લગ્ન પણ યોજાવાના હતા ત્‍યારે લોકો જાનમાં જતાં પહેલા અથવા તો લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ સજોડે મતદાન કર્યાનાં અનેક બનાવોજોવા મળ્‍યા હતા. ત્‍યારે એક વૃઘ્‍ધ મહિલા મતદાન કરવા માટે ગયા હતા ત્‍યારે અચાનક કોઈ કારણોસર આ વૃઘ્‍ધ મહિલાને ચક્કર આવી જતાં તેઓને તાત્‍કાલીક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ વડિયા ગામે રહેતાં એક 97 વર્ષિય વૃઘ્‍ધ પદમાબેન આજે સવારે વડિયા ગામે આવેલ તેમના મતદાન બુથમાં મતદાન કરવા માટે ગયા હતા ત્‍યારે અચાનક જ કોઈ કારણોસર આ વૃઘ્‍ધ મહિલાને ચક્કર આવી જતાં તેઓને તાત્‍કાલફીક એમ્‍બ્‍યુલન્‍સ 108ની મદદથી સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ વૃઘ્‍ધ મહિલાએ 97 વર્ષની વયે લોકશાહીનાં સૌથી મોટા પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત અમરેલી શહેરમાં આવેલ ડો. જીવરાજ મહેતા પોલીટેકનીક ખાતે આવેલ મતદાન મથક ઉપર આજે સવારે એક યુવાન પોતાના લગ્નની જાન રવાના થાય તે પહેલાં મતદાન કર્યુ હતું. તો તે જ    સ્‍થળે આવેલ એક અન્‍ય બુથમાં જે કન્‍યાનાં આજે લગ્ન થવાના હતા તે કન્‍યા તેમના પરિવાર સાથે મતદાન કરવા આવી પહોંચી હતી અને મતદાન કર્યા બાદ જ ચોરીના ચાર ફેરા ફર્યા હતા.
આમ અમરેલી જિલ્‍લામાં આજે લોકોએ ઉત્‍સાહભેર લોકશાહીના આ પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.