Main Menu

ધારી બેઠકમાં ભાજપને સમર્થન કરવા આગેવાનો વચ્‍ચે સ્‍પર્ધા

અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે પ0 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હોય તેમાં સૌથી વધુ સક્ષમ ઉમેદવાર ધારી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણી છે. તઓને દરેક સમાજનાં આગેવાનો હોંશભેર સમર્થનઆપી રહૃાા છે.
ભાજપનાં આ કદાવર નેતાએ સમગ્ર વિધાનસભા વિસ્‍તારનો પ્રવાસ પુર્ણ કરેલ છે. ખાંભા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તાર, ધારી, ચલાલા અને બગસરા શહેર તેમજ દરેક ગામડાઓ સુધી પ્રચાર કાર્ય કર્યુ. મતદારો સમક્ષ વિકાસલક્ષી રૂપરેખા રજુ કરતાં સમગ્ર પંથકનાં મતદારોમાં પણ તેમનાં પ્રત્‍યે ભારે લાગણી ઉભી થઈ રહી છે.
ભાજપનાં શકિતશાળી ઉમેદવારને સર્વ સમાજ અને સર્વધર્મનું પ્રચંડ જનસમર્થન મળી રહૃાું છે. તેઓની સાથે પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા સહિતનાં આગેવાનોએ મોટા સમઢીયાળા, રૂગનાથપુર, જીકીયાળી, વાંકીયા, કોટડા, અનિડા, ઈંગોરાળા, ભાડ, નાની વિસાવદર, નાની ધારી, તાતણીયા, ઉમરીયા, નાનુડી સહિતનાં આગેવાનોએ મુલાકાત લીધી.
તદઉપરાંત બગસરાનાં નવા ઝાંઝરીયા, જુના ઝાંઝરીયા, કાગદડી, સમઢીયાળા, હામાપુર, હાલરીયા, હુલરીયા, ખીજડીયા, શિલાણા, જામકા, સનાળીયા, ચારણ પીપળી, ખારી, જુના વાઘણીયા, આદપુર, મોટા મુંજીયાસર, જુની      હળીયાદ, ઘંટીયાણ, નવી     હળીયાદ, રફાળા, નાના મુંજીયાસર, ડેરી પીપળીયા, નવા પીપળીયા, બાલાપુર, પીઠડીયા, નવા વાઘણીયા, હડાળા, માવજીંજવા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે આવકાર મળી રહૃાો છે.
તદઉપરાંત ધારી, ચલાલા, દીતલા, ઈંગોરાળા, ડુંગરી, કમીકેરાળા, હુડલી, ઝરપરા, ઝર, પગદડી, આંબરડી, દેવળા, જીરા, ત્રંબકપુર, સરસીયા, ગોવિંદપુર સહિતનાં ગામડાઓમાં પણ ભવ્‍ય આવકાર મળ્‍યો હતો.
એકંદરે સમગ્ર પંથકમાં ભાજપ તરફી વાવાઝોડું ફુંકાયું છે. ખાંભાનાં વિપુલભાઈ શેલડીયા, દુલાભાઈ તરસરીયા, દિલીપભાઈ લાખાણી, મોહનભાઈ વરીયા, ભીખુભાઈ ભમ્‍મર, મેરાભાઈ આહીર, ભગુભાઈ બુધેલા, સુરીંગભાઈ મોઢ, કાળુભાઈ         ફીંડોળીયા, અનિલભાઈ તંતી, પ્રવિણભાઈ નસીત સહિતનાં ખાંભાનાં આગેવાનો જોડાયા હતા.
બગસરાનાં ધીરૂભાઈ ભાયાણી, વિપુલભાઈ કયાડા, પ્રવિણભાઈ રફાડીયા, નશ્‍યામભાઈ સાદરાણી, કનુભાઈ કોલડીયા, કાંતિભાઈ સતાસીયા, રમેશ સતાસીયા, ખીમદાસ સોલંકી, મિતેષભાઈ ડોડીઆ, સંજય ધાણક, એ.વી. રીબડીયા, રાજુભાઈ ગીડા, રશ્‍વિનભાઈ ડોડીઆ, કનુભાઈ    પટોળીયા, મુકેશભાઈ ગોંડલીયા, નિતેષભાઈ ડોડીઆ સહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.
ધારી પંથકમાં ભાજપ જિલ્‍લા પ્રમુખ હિરેન હિરપરા, જીતુભાઈ જોષી,  હિતેષભાઈ જોષી, નરેશભાઈ ભુવા, મધુબેન જોષી, અશ્‍વિનભાઈ કુંજડીયા, ભુપતભાઈ વાળા, રમણીકભાઈ સોજીત્રા, હરેશભાઈ મકવાણા, શાંતિલાલ પરમાર, અતુલ કાનાણી, ભરત શેઠ, ખોડાભાઈ ભુવા, કમળાબેન ભુવા, પ્રવિણભાઈ નશીત, પ્રકાશભાઈ કારીયા, જીગ્નેશગીરી ગોસાઈ, ઉપેન્‍દ્રભાઈવાળા, ભરતભાઈ ડાભી, વિપુલભાઈ બુહા, રાહુલભાઈ જોષી, મુકેશભાઈ રૂપારેલીયા, મુળજીભાઈ પરમાર, પ્રવિણભાઈ દાફડા, શંભુભાઈ મકવાણાસહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.