Main Menu

ભાજપ સરકારનાં ‘અચ્‍છે દિન’નાં સપના ચકનાચુર

એટલા બધા વચનો આપી દીધા કે ભાજપીઓને પણ યાદ નથી
ભાજપ સરકારનાં ‘અચ્‍છે દિન’નાં સપના ચકનાચુર
પંજાબનાં ધારાસભ્‍ય રાષ્‍ટ્રીય યુવકકોંગ્રેસના પ્રમુખ રાજા બરાર, કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં ભાજપ પર આકરા પ્રહારો
અમરેલી, તા. 6
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી માટે આવતી કાલે સાંજના સમયે પ્રચાર-પ્રસાર બંધ થાય છે તે પૂર્વે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પંજાબનાં ધારાસભ્‍ય રાજા બરાર, યુ.પી.નાં રાજયસભાના સાંસદ દીપેન્‍દ્રસિંહ હુડા, પરેશ ધાનાણી સહિતનાંકોંગી આગેવાનોએ એક વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું.
આ સભામાં રાજા બરારે જણાવ્‍યું હતું કે, આ રંગા-બિલ્‍લાને ગોળીઓથી નહી પરંતુ મતપત્રકથી પરાજય કરવા જરૂરી છે. આજે સમગ્ર દેશમાં મોંઘવારી વધી છે. ગરીબ લોકોને જીવવું મુશ્‍કેલ બની ગયું છે ત્‍યારે હવે બસ કોંગ્રેસની સરકાર આવે અને ભાજપને ઘરભેગી કરવા અમરેલીનાં બી.પી.એલ. ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી બહુમતથી વિજય બનાવો.
તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે નરેન્‍દ્ર મોદી અને અમીત શાહે ર014માં એટલા બધા વચનો આપ્‍યા હતા તે પૈકી એકપણ વચન પૂર્ણ કર્યુ છે ? તેવા અનેક વેધક સવાલો રાજયની અને કેન્‍દ્રની સરકાર સામે ઉઠાવ્‍યા હતા.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ દીપેન્‍દ્રસિંહ હુડાએ રાજકોટ એરપોર્ટ પહોંચ્‍યા ત્‍યારે અમરેલી પ્રચાર કરવા જવું છે, તેમ કહેતા રાજકોટ વાળાએ આ અમરેલીની બેઠકનો કોંગ્રેસ ર0 હજાર મતે જીતી લીધી છે, તેમ છતાં મારે અમરેલીની જનતાના દર્શન કરવા આવ્‍યો છું અને અમરેલી-વડીયા- કુંકાવાવની જનતાને અપીલ કરવી છે કે આ બેઠક રપ-30 હજારથી નહી પણ પ0 હજારથી પણ વધુમતોથી જીતે તેવી વિનંતી કરવા આવ્‍યો છું.
આ પ્રસંગે અમરેલીના કોંગી ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી શહેરનો જે કાંઈ વિકાસ થયો છે તે અમરેલીની કોંગીનગરપાલીકામાં અને ધારાસભ્‍યની ગ્રાંટથી કરવામાં આવ્‍યો છે.
ગુજરાતની જનતા પાટીદારો, દલીતો, રાજપુતો, યુવાઓ, બહેનો વિગેરે ભાજપની આ સરકારથી ત્રાહીમામ પોકારી ઉઠયો છે, ત્‍યારે ભાજપની આ સરકારને ઘર ભેગી કરી આગામી તા.9 ના રોજ પંજાને મત આપી કોંગ્રેસને વિજયી બનાવી મને આશીર્વાદ આપશો તેવી પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે અમરેલી શહેર, અમરેલી તાલુકા કુંકાવાવ-વડીયાનાં કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.